કપરાડાના છેવાડે આવેલા સુથારપાડા ગામમાં આજ ના આઈટી યુગ માં એક પણ એટીએમની સુવિધાના હોવાથી બેંકના કુલ 32000 જેટલા ખાતા ધારકોએ તાત્કાલિકમાં રોકડ લેવા માટે એટીએમમાં પૈસા ઉપાડવા કપરાડા કે નાનાપોઢા સુધી લાંબા થવાની ફરજ પડી રહી છે. અહીં બેંક છે પરંતુ એટીએમની સુવિધા ન હોવાથી પૈસા ઉઠાવવા માટે ગ્રાહકોએ બેંકમાં કલાકો સુધી લાંબી લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડી રહી છે. લોકોને બેંકના ખાતામાં મુકેલા પોતાના પૈસા મેળવવા માટે મુશ્કેલી પડી રહી છે.
મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલા સુથારપાડાની આસપાસમાં કુલ 35 ગામો આવેલા છે. જ્યાં નાણાકીય વ્યવહાર માટે બરોડા ગુજરાત ગ્રામીણ બેંક શરૂ કરી હતી. જ્યાં સુથારપાડાની આસપાસના 35 ગામો પાંચવેરા, હુડા,માની, સહુડા, વાલવેરી સહિતના ગામોના લોકો આ બેંકમાં ખાતા ધરાવે છે. સરકાર દ્વારા એક તરફ જ્યાં નેટ બેન્કિંગ અને કેશ લેસ પેમેન્ટની વાત કરતા હોય ત્યાં સુથારપાડાના લોકોને રોકડા રૂપિયા લેવા માટે આજે પણ લાંબી કતારોમાં ઉભા રહેવાની ફરજ પડે છે. લાંબી કતારોમાં પૈસા લેવા માટે બેંકમાં ઉભેલ લોકોમાંથી એવા પણ કિસ્સા બન્યા છે કે લાઇનમાં ઉભેલી મહિલાઓ ચક્કર આવીને પડી ગઈ હોય.
આજે પણ લોકોને 21 મી સદીમાં પણ એટીએમ નસીબ થયું નથી કે નથી અન્ય કોઈ ખાનગી બેંકની બ્રાન્ચ મળી વર્ષોથી અહીંના લોકોને પોતાના ખાતામાંથી રોકડ ઉપાડવી હોય તો બેંક ખૂલે તે પહેલાં લાંબી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડે છે. જો સંજોગોવશાત રાત્રી દરમ્યાન પૈસાની જરૂરિયાત ઉભી થાય તો તેમને સવાર સુધી બેંક ખુલે એની રાહ જોવી પડતી હોય છે. આમ ડિજિટલ ઈન્ડિયાની વાત કરતી સરકાર કપરાડા તાલુકા જેવા આદિવાસી વિસ્તારના ગામોમાં એટીએમની સુવિધા ઊભી નથી કરી શકી.
હાટ બજારમાં ખરીદી કરવા આવતા 30થી 40 ગામના અનેક લોકોને મુશ્કેલી
સુથારપાડા સેન્ટર ઉપર મહારાષ્ટ્રના પેઠ, નાસિક, ધરમપુર, પારડી તાલુકાના અનાજના જથ્થાબંધ વેપારીઓ તેમજ તાલુકાનો સૌથી મોટો હાટ બજાર અહીં ભરાય છે. 35થી 40 ગામના લોકો ખરીદી કરવા આવે છે. એટલું જ નહિ સરકારી ખાતામાં ફરજ બજાવતા શિક્ષકો, આરોગ્યના સ્ટાફ અન્ય કર્મચારીઓ પણ ફરજ ઉપર આવતા જતા હોય છે. એટલા માટે સુથારપાડામાં એટીએમ અંત્યન્ત જરૂરી છે. લોકો પૈસા ઉપાડવા લાંબે સુધી દોડવું પડે છે તે ખરેખર ચિંતાજનક છે. બેંકના સંચાલકો સુથારપાડામાં એટીએમની સુવિધા ઉભી કરે તે જરૂરી છે.
> કાસુભાઈ પાલવા, ચાવશાળા ગામના માજી સરપંચ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.