ધરપકડ:સોનવાડા ગામે દેશી દારૂની ભઠ્ઠી સાથે મહિલાની અટક

વલસાડ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 15 લીટર દેશી દારૂ, 900નો મુદ્દામાલ કબજે કરાયો

વલસાડ તાલુકામાં દેશી દારૂ વેચનારા પર તવાઈ જારી રાખવામાં આવી રહી છે.જેમાં સોનવાડા ગામે એક મહિલાના ઘરના પાછળથી ડુંગરી પોલીસે દેશીદારૂની ભઠ્ઠી પકડી પાડી 15 લીટર દેશીદારૂ સહિત 900નો મુદ્દામાલ કબજે કર્યો હતો. વલસાડ ડુંગરી પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન સોનવડામાં દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળી હતી.આ બાતમીના આધારે ડુંગરી પોલીસની ટીમે સોનવાડાના ત્રણ આંબા ભાનજી ફળિયામાં રહેતી સરસ્તવતિ પ્રકાશ પટેલના ઘરે રેડ પાડી હતી.

જ્યાં ઘરના પાછળના ભાગે દેશીદારૂ ગાળવા માટેની સામગ્રીઓ મળી આવી હતી.જ્યાંથી 15 લીટર દેશીદારૂનો જથ્થો અને ભઠ્ઠીની સામગ્રી સહિત રૂ.900નો મુદ્દામાલ કબજે કરી મહિલાની અટક કરી હતી.ડુંગરી પોલીસે પ્રોહિબિશનનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. આમ વલસાડ જિલ્લામાં દેશી દારૂની ભઠ્ઠીઓ હજુ પણ ધમધમી રહી હોવાનો આ પુરાવો છે. જે સાબિત કરે છે કે, પોલીસની જોએ તેટલી ધાક હજુ દાશી દારૂ બનાવનારા અને વેચનારા કે ખેપિયાઓ પર નથી.

અન્ય સમાચારો પણ છે...