આરોપીને ઝટકો:વલસાડના બુટલેગરને દારૂનો વેપલો કરવા દેવા સુરતના કોસ્ટબલે માંગેલી લાંચમાં ઝડપાયેલા ફોલ્ડરની જામીન અરજી નામંજૂર

વલસાડ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડના એક બુટલેગરને દારૂનો ધંધો ચાલુ કરાવવા અને દારૂનો જથ્થો બુલટેગરને મળે તે રિતનું આયોજન સુરતના પલસાણા પોલીસ મથકના કોસ્ટબલ સાથે સેટિંગ કર્યું હતું. 1 પેટી દારૂના વેચાણ ઉપર કોસ્ટબલને વ્યવહાર પેટે 1 હજાર આપવાનું નક્કી થયું હતું. સુરતના કોસ્ટબલ વતી લાંચ લેવા આવેલા હાઉસિંગ બોર્ડનો યુવક વલસાડ ACBની ટીમે ગોઠવેલી ટ્રેપમાં ઝડપાયો હતો. તે કેસમાં આરોપીના રિમાન્ડ પુરા થતા આરોપીને જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. આરોપીએ આજ રોજ વલસાડની ACBની સ્પેશ્યલ કોર્ટમાં જેલમાંથી મુક્ત થવા કરેલા જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની ACBની સ્પેશ્યલ કોર્ટના જજ ટીવી આહુજાએ આરોપીના જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

વલસાડ રહેતા એક બુટલેગરને તેનો બંધ થયેલો દારૂનો ધંધો ફરી ચાલુ કરવા દેવા સુરત પલસાણા પોલીસ મથકના ભગીરથસિંહ ચુડાસમાએ વાત કરેલ કે, દારૂની લાઇન ચાલુ કરવાની હોય તો કહેજો તમારા સુધી દારૂ પસાર કરવાના તેમજ એક પેટીના રૂ.1 હજારનો વ્યવહારના મને આપવા પડશે તેમ જણાવી બુટલેગરને 12 પેટી વિદેશી દારૂનો જથ્થો આપીને બંધ પડેલો દારૂનો ધંધો ચાલુ કરાવ્યો હતો. જે 12 પેટીના દારૂના જથ્થાના તેમજ પસાર કરવાના વ્યવહારના મળી રૂ.90 હજારની માંગણી સુરતના પલસાણા પોલીસ મથકના કોસ્ટબલ ભગીરથસિંહ ચુડાસમાએ કરી હતી. જેં પૈકી બુટલેગરે

તેમના મોબાઇલ ઉપર રૂ.30 હજાર ઓનલાઇન ભગીરથસિંહ ચુડાસમાને ટ્રાન્સફર કરી જમા કરાવ્યા હતા. તેમજ બાકીના રૂપીયા 60 હજાર બાકી રાખ્યા હતા. જેના માટે બુટલેગરને ફોન કરી ભગીરથસિંહ ચુડાસમાએ પલસાણા ખાતે બોલાવ્યો હતો. બુટલેગર તેના મિત્ર યુવરાજસિંહની ક્રેટા કાર નં.. GJ-14-9200 લઇને ભગીરથસિંહ ચુડાસમાને મળવા ગયો હતો. જ્યાં ભગીરથસિંહ ચુડાસમાએ બુટલેગરના મિત્રની કાર લઇ લીધી હતી. તેમજ રૂ.60 હજાર જમા કરાવી ગાડી લઇ જવા જણાવતા બુટલેગરે ACBની ટીમનો સંપર્ક કર્યો હતો. ACBની કચેરીમાં પોલીસ કોસ્ટબલ ભગીરથસિંહ ચુડાસમા વિરુદ્ધ ફરીયાદ નોંધાવી હતી. જે ફરીયાદ આધારે વલસાડ ACBની ટીમે ધરમપુર ચોકફી નજીક લાંચનું છટકાનુ ગોઠવ્યું હતું. વલસાડના ધરમપુર ચોકડી પાસે ભગીરથસિંહ ચુડાસમાના કહેવા ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો હાર્દિક રાજુભાઇ તિવારી લાંચની રકમના રૂ. 60 હજાર લેવા આવ્યો હતો. અને ACBના છટકામાં રૂ.60 હજારની લાંચ લેતા ACBની ટીમે ઝડપી પાડ્યો હતો. ​​​​​​​વલસાડ ACBની ટીમે ભગીરથસિંહ ચુડાસમા વતી લાંચ લેવા આવેલા હાર્દિક તિવારીની અટકાયત કરી તેમજ ભગીરથસિંહ ચુડાસમાને વોન્ટેડ જાહેર કરીને આગળની તપાસ નવસારી ACBની ટીમને સોંપી હતી. નવસારી ACBની ટીમે ACBની સ્પેશ્યલ કોર્ટમાં આરોપીને રજુ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. આરોપીના રિમાન્ડ પુરા થતા જ્યૂડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો હતો. આજ રોજ આરોપી હાર્દિક તિવારીએ જેલમાંથી મુક્ત થવા વલસાડની ACBની સ્પેશ્યલ કોર્ટમાં અરજી કરી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વલસાડની ACBની સ્પેશ્યલ કોર્ટના જજ ટી વી આહુજાએ આરોપીના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...