ધરપકડ:લાકડમાળના 32 હજાર લીટર બાયોડીઝલ રેકેટના સૂત્રધાર સુરત અને કચ્છના

વલસાડ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝડપાયેલો આરોપી - Divya Bhaskar
ઝડપાયેલો આરોપી
  • કેમિકલ પાઉડર અને જ્વલનશીલ પ્રવાહી, ટેન્કર સાથે 37.22 લાખનો મુદ્દામાલ કબજે

ધરમપુર તાલુકાના લાકડમાળ ગામે શેડ પાડી કેમિકલયુક્ત નકલી બોયોડીઝલ બનાવવાના રેકેટ પરથી એસઓજી પોલીસે પર્દાફાશ કરી આ રેકટમાં બે મુખ્ય સૂત્રધારની સક્રિય ભૂમિકા હોવાનું બહાર આવ્યું છે.જિલ્લા પોલીસે આ મામલે એસઓજી મારફત આ કેસની તપાસ માટે કેમિકલથી નકલી બાયોડીઝલ બનાવવા માલ સપ્લાય કરનાર સુરત અને કચ્છના મૂખ્ય સૂત્રધારોને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે.

સુરત રેન્જના રેન્જ આઇજી એસ.પી.રાજકુમાર, એસપી ડો.રાજદિપસિંહ ઝાલાની સૂચનાના આધારે પોલીસની ટીમે નાની વહિયાળ પાસે એક ટેન્કરની ઝડતી લેતા તેમાંથી બાયોડીઝલ હોવાનું જાણવા મળ્યું હતું.ચાલકની પુછપરછમાં લાકડગામના મિત્ર ગુંજન ભેસાણિયાના શેડમાથી આ પ્રવાહ ભર્યુ હોવાનું જણાવતા પોલીસે છાપો મારી શેડમાંથી કેમિકલયુક્ત બાયોડીઝલ બનાવવાની સાધન સામગ્રી ઝડપી પાડી હતી. જયાં કામ કરતો કિશન શલેડિયાએ પણ ગુંજન ભેસાણિયાનો જ આ શેડ હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.

આ અંગે ડીવાયએસપી એચક્યુ મનોજ શર્માએ જણાવ્યુ કે આ રેકેટમાં સુરતનો ગુંજન ભેસાણિયા અને કચ્છનો ઇમરાન મેમણ છે. તેઓ પાસેથી ટેન્કરો મારફત બેઝ ઓઇલ મગાવી ‌‌ફિલ્ટર મશીનો દ્વારા પ્રોસેસ કરી ગેરકાયદે રીતે કેમિકલયુક્ત બાયોડીઝલ બનાવી ગુજરાત અને અન્ય રાજ્યોમાં ગેરકાયદે વેચાણ કરતા હતા.

જે માટે ટેન્કર ચાલક મોહન મગન પરમાર, રહે,ગામ મંગૂણી, તા.જી.જામનગર અને કિશનકુમાર હરજી શલડિયા રહે, લાકડમાળ,નાનીવહીયા‌ળ,મૂળ રહે, ભાડગામ તા.ખાંભા.જિ.અમરેલી,વોન્ટેડ ગુંજન જીતુ ભેસાણિયા અને ઇમરાન મેમણ વિરૂધ્ધ ધરમપુર પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાઇ હતી.

પોલીસે 32 લાખનો આ મુદ્દામાલ કબજે લીધો
જ્વલનશીલ પેટ્રોલિયમ અને એસિડિક પ્રવાહી,31831 લીટર કિમત રૂ.11.22 લાખ, ક્રિમ કલરનો કેમિકલયુક્ત ઘન પાઉડર 175 કિ.ગ્રામ,કિમત રૂ.5,250, ટેન્કર કિમત રૂ.10 લાખ, ફિલ્ટર તથા હીટિંગ મશીન નંગ-5,કિમત રૂ.10.50 લાખ, લોખંડના ટાંકા નંગ-3 કિમત રૂ. 3 લાખ ,મોબાઇલ નંગ-3 કિ.રૂ. 10 હજાર {કુલ મુદ્દામાલ રૂ. 37.22 લાખ

અન્ય સમાચારો પણ છે...