તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીકીટ મળવાની ખુશી:વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામ જાહેર થતાની સાથે ઉમેદવારોના સમર્થકોમાં ખુશી

વલસાડ23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નામ જાહેર થતા ફટાકડા ફોડી ભાજપનો આભાર વ્યક્ત કર્યો

વલસાડ ભાજપ દ્રારા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ઉમેદવારો ના નામો જાહેર થતાની સાથે ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સાહ નો માહોલ જોવા મળ્યો છે. ઉમેદવારના સમર્થકોએ ફટાડકડા ફોડી કાર્યકતાઓએ પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

વલસાડ જિલ્લામાં પણ યોજાઈ રહેલી સ્થાનિક સ્વરાજની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભાજપે પાર્ટીએ સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. બુધવારે વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય પર વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા અને ભાજપના મહામંત્રીઓ સાથે અન્ય અગ્રણીઓએ વલસાડ જિલ્લામાં આવનારી વલસાડ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સાથે જ ઉમરગામ નગરપાલિકાના ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર કરી છે.

આ યાદીમાં મોટેભાગે નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. તો કેટલીક જગ્યાએ જુના ચહેરાઓની ટિકિટ કપાઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની યાદી જાહેર થયા બાદ જાહેર થયેલા ઉમેદવારો તથા સમર્થકો માં ખુશી જોવા મળી હતી વલસાડ જીલ્લા પંચાયત ની ડુંગરી બેઠક ઉપર જાહેર થયેલા યુવા ઉમેદવાર ધવલ પટેલ ના સમર્થકો દ્રારા ફટાકડા ફોડી તથા મીઠાઈ ખવડાવી પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો