જાહેરાત:ધો.10ની બોર્ડમાં ગેરહાજર અને નાપાસ વિદ્યાર્થીઓ માટે જૂલાઇમાં પૂરક પરીક્ષા

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બોર્ડની વેબસાઇટ પર તારીખની જાહેરાત થશે,તમામ આચાર્યોને જાણ કરાઇ

ગુજરાત રાજ્યની શાળાઓમાં ધો.10ની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને જેઓ 1 કે 2 વિષયમાં અનુત્તીર્ણ થયા છે તેવા વિદ્યાર્થીઓ માટે આગામી જૂલાઇમાં પૂરક પરીક્ષા લેવામાં આવનાર હોવાનું વલસાડ જિલ્લા સહિત તમામ આચાર્યોઓને જણાવાયું છે.આ પૂરક પરીક્ષાનો કાર્યક્રમ આગામી દિવસોમાં બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

માર્ચ 2022ની એસએસસીની પરીક્ષામાં ગેરહાજર રહેલા કે 1 કે 2 વિષયમાં અનુત્તીર્ણ થયેલા સુધારણાને અવકાશ ધરાવતા વિદ્યાર્થીઓની શા‌ળાવાર યાદી જે તે શાળાઓને બોર્ડ દ્વારા માર્ચ એપ્રિલ 2022ના પરિણામો સાથે મોકલવામાં આવશે.શાળાઓને મોકલવામાં આવનાર યાદી પૈકી પરીક્ષામાં ઉપસ્થિત થવા માગતા વિદ્યાર્થીઓને પૂરક પરીક્ષામાં બેસવાની સમંતિ બોર્ડે મોકલેલી યાદીમાં સહિ મેળવી જરૂરી વિગત અને આધારો આચાર્યોએ દફતરે રાખી પૂરક પરીક્ષાનું આવેદન બોર્ડની વેબસાઇટ પરથી ઓનલાઇન ભરવાનું રહેશે.

શાળાઓને મોકલેલી યાદી ફકત જાણ માટે જ રહેશે.થિયરી પ્રાયોગિક પાસુ ધરાવતા વિષયની પરીક્ષા જે તે શાળઓએ જૂલાઇ માસમાં લેવાની રહેશે તથા ગુણની વિગતો બોર્ડ દ્વારા લેવામાં આવનાર પૂરક પરીક્ષા પૂર્ણ થાય ત્યાંસુધીમાં બોર્ડને મોકલવાની રહેશે તેવી તાકીદ શાળાઓને કરવામાં આવી છે.પૂરક પરીક્ષઆની ઓનલાઇન ફી ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે,જેનો અભ્યાસ કરી ફી ચૂકવવાની કાર્યવાહી કરવાની રહેશે તેવું શિક્ષણ બોર્ડે તમામ શાળાઓના આચાર્યોને જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...