તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દૂષપ્રેરણાનો ગુનો:દમણના સામાજિક કાર્યકર્તા ઉમેશ પટેલના અંગત વ્યક્તિનો આપઘાત, પોલીસે ઉમેશ પટેલની ધરપકડ કરી

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉમેશ પટેલના અંગત વ્યક્તિએ દમણની ખાનગી ચેનલની ઓફિસે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું
  • આત્મહત્યાની દુષપ્રેરણા આપવા બદલ ઉમેશ પટેલ સામે 306 મુજબ ગુનો નોંધાયો
  • ઉમેશના દીકરાને સાચવવા માટે છેલ્લા 5 વર્ષથી વધુ સમયથી નોકરી કરતો હતો

વલસાડ નજીક આવેલા સંઘ પ્રદેશ દમણના લોકોની અવાજને બુલંદ કરીને સ્થાનિક લોકોને ન્યાય અપાવવા લડત આપતા ઉમેશ પટેલના અંગત માણસે દમણની ખાનગી ચેનલની ઓફિસે જઈને 29 ઓગષ્ટના રોજ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ દમણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. તપાસ દરમ્યાન ઉમેશ પટેલે આત્મહત્યા કરવા પ્રેરિત કર્યો હોવાનું બહાર આવતા 306 મુજબ ઉમેશની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા દમણ પોલીસે કોર્ટમાંથી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

સંઘ પ્રદેશ દમણના સામાજિક કાર્યકર્તા ઉમેશ પટેલના દીકરાને સાચવવાનું કામ કરતો અજયએ 29 ઓગષ્ટના રોજ દમણની સ્થાનિક ચેનલની ઓફિસમાં શનિવારે રાત્રે ઓફિસ બંધ થાય બાદ રાત્રે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતુ. ખાનગી ચેનલના કર્મચારીઓ રાવિવારે સવારે ઓફિસે આવતા અજયને ફાંસો ખાધેલી હાલતમાં જોતા દમણ પોલીસને બનાવની જાણ કરી હતી.

અજય ઉમેશ પટેલનો દીકરો સાચવવાનું કામ છેલ્લા 5 વર્ષ ઉપરાંતથી કરતો હતો. ઘટનાની જાણ દમણના સામાજિક કાર્યકરોમાં ખબર પડતાં ચકચાર મચી ગઇ હતી. દમણ પોલીસે દમણની ખાનગી ન્યૂઝ ચેનલની ઓફિસે પહોંચી લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી. અજય અને ઉમેશ વચ્ચે પાછળના દિવસોમાં દીકરાને સાચવવા કરેલા ખર્ચાના હિસાબ બાબતે તુંતુંમેંમેં થઈ હતી. જેને લઈને અજયે 2 દિવસ પહેલા ઉમેશની નોકરી છોડી દીધી હોવાની લોકોમાં ચર્ચા ઉઠી રહી છે. દમણ પોલીસે લાશનો કબ્જો મેળવીને ઘટના સ્થળે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી હતી.

પોલીસે લાશનો કબ્જો મેળવી PM કરવી આગળની તજવીજ હાથ ધરી હતી. પોલીસની તપાસ દરમીયાન અજયને આત્મહત્યા કરવા માટે દુષપ્રેરના આપવા બદલ ઉમેશ પટેલનું નામ સામે આવ્યું હતું. દમણ પોલીસે ઉમેશ પટેલની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન અજયની આત્મહત્યા પાછળ ઉમેશની સંડોવણી બહાર આવતા દમણ પોલીસે ઉમેશ પટેલની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...