તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વરસાદ:ડાંગ જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ ખાબક્યો, ગિરિમથક સાપુતારા સહિત તળેટીના ગામોમાં ઠંડક પ્રસરી

નવસારીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઉભા પાકની નુકસાનીથી ખેડૂતો ચિંતિત

ડાંગ જિલ્લામાં અચાનક કમોસમી વરસાદ ખાબક્યો છે. જેમાં ગિરિમથક સાપુતારા સહિત તળેટીના ગામોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. છેલ્લા એક સપ્તાહથી ગરમી વધતા લોકો ગરમીથી હેરાન થતા હતા. જેમાં વરસાદથી લોકોને ગરમીથી રાહત થઇ છે.

ધીમીધારે વરસાદથી રસ્તા ભીના થયા

હવામાન વિભાગે વાતાવરણ પલટાના સંકેત આપ્યા હતા. તેમાં સાપુતારા ખાતે હવામાનના પલટા સાથે અચાનક વરસાદનું આગમન થયુ છે. જેમાં ધીમીધારે વરસાદથી રસ્તા ભીના થયા છે. કમોસમી વરસાદને કારણે ખેતરમાં ઉભા પાકની નુકસાનીથી ખેડૂતો ચિંતિત થયા છે.

સમગ્ર ડાંગ જિલ્લામાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી

ગિરિમથક સાપુતારા સહિત વિસ્તારમાં આજરોજ કાળાડિબાંગ વાદળોથી વાતાવરણ ધેરાઇ જતાં સાંજે સમગ્ર ડાંગ જિલ્લામાં કડાકા ભડાકા સાથે ઝરમર વરસાદ પડતાં સમગ્ર જિલ્લામાં શીત લહેર વ્યાપી જતાં લોકોમાં ગરમીથી રાહત મેળવી હતી. જયારે ખેડૂતોમાં ચિંતાની લહેરી વ્યાપી હતી. મોડી સાંજે ડાંગમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આજરોજ ગિરીમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં ઠંડક પ્રસરી જતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. ખેડૂતોમાં કમોસમી વરસાદથી ચિંતાનાં વાદળ ધેરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો