ભાસ્કર વિશેષ:વલસાડ સિવિલમાં સર્જન્સ ટ્રેનિંગ પ્રોગ્રામમાં દૂરબીન સર્જરીથી હરણ્યાનું સફળ ઓપરેશન

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આધૂનિક ટેક્નોલોજીથી ઓપરેશન કેવી રીતે થઇ શકે તેની સ્કિલનું નિરૂપણ

વલસાડ સિવિલ હોસ્પિટલમાં એસિસિએશન ઓફ સર્જન્સ ઓફ વલસાડ દ્વારા દ.ગુ.ના સર્જનોનું હેન્ડસ ઓન ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આધૂનિક ટેક્નોલોજીથી હરણ્યાના દર્દીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું.આ ટ્રેનિંગમાં દ.ગુ.ના 30 જેટલા સર્જનોએ ભાગ લીધો હતો. વલસાડ સિવિલના છઠ્ઠા માળે ઓપરેશન થિયેટર વિભાગમાં સર્જન્સ એસોસિએશન ઓફ વલસાડ દ્વારા AWRSCના સહયોગથી હરણ્યા વર્કશોપનું આયોજન કરાયું હતું.જેમાં પ્રારંભે કોન્ફરન્સ ઇનોગ્યુરેશન કરવામાં આવ્યું હતું.આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં વલસાડ જિલ્લા સહિત દ.ગુ.ના સર્જનોએ ભાગ લીધો હતો.

હરણ્યાનું ઓપરેશન દૂરબીન પ્રક્રિયાથી કેવી રીતે કરી શકાય તેનું નિર્દર્શન મુંબઇના નામાંકિત સર્જન ડો.રાહુલ મહાદર,ડો.જિજ્ઞેશ ગાંધી અને ડો.રાજેશ શ્રીવાસ્તવ દ્વારા પ્રત્યક્ષ રીતે ઓપરેશન કરાયું હતું.આ પોગ્રામના મુખ્ય કો. ઓર્ડિનેટર પારડી હોસ્પિટલના સર્જન ડો.એમ.એમ.કુરેશીએ જણાવ્યું હતું કે,દુરબીન દ્વારા હરણ્યા ઓપરેશન કરવાથી દર્દી ઝડપથી સાજો થાય છે,દુ:ખાવો નહિવત રહે છે અને 5 થી 7 દિવસમાં જ દર્દી કામકાજ કરી શકે છે.આધૂનિક ટેક્નોલોજી અને વિશિષ્ટ સર્જરીની સ્કિલથી આ શક્ય બન્યું છે.ટ્રેનિંગ પ્રાપ્ત સર્જનોને હવેથી આ પ્રકારની દુરબીન પધ્ધતિથી ઓપરેશન કરવાની પ્રેરણા મળશે.

અન્ય સમાચારો પણ છે...