તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફળ સારવાર:ચીપકેલી ગરદન ધરાવતી વલસાડની 7 વર્ષીય બાળાનું સફળ ઓપરેશન

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુંબઇની એપોલો હોસ્પિટલમાં 3 તબક્કામાં સર્જરી

વલસાડની એક 7 વર્ષીય બાળાની 90 ડીગ્રી સુધીના ખુણે વળીને ચીપકી ગયેલી ડોક માટે મુંબઇની એપોલો હોસ્પિટલમાં સફળતાપૂર્વક ઓપરેશન કરી સીધી કરવામાં આવી હતી.પાંચ વર્ષથી આ સ્થિતિમાં બાળકીને ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો. વલસાડની આ બાળકીને એપોલો હોસ્પિટલમાં લઇ જવાતા તપાસ દરમિયાન સર્જરીની જરૂર હતી.તેની ડોક ખુબ વળી જતાં જકડાઇ ગઇ હતી.ડોક વળી જતા હલનચલન બંધ થઇ જતું હતું.માથુ શરીર સાથે ચીપકી ગયું હતું.

મુંબઇની એપોલો હોસ્પિટલમાં બાળાની લઇ જવાતા સ્પાઇન સર્જન ડો.અગ્નિવેશ ટિકુ,પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન ડો.સ્વપનિલ કેનીની ટીમે બાળકીને ચેક કરી તેની તમામ સ્થિતિ તપાસી સારવારનું આયોજન કર્યું હતું.અગાઉ બાળકીની સર્જરી કરાવાઇ હતી,પરંતું નિષ્ફળ ગઇ હતી.ત્યારબાદ બાળાને મુંબઇની એપોલો હોસ્પિટલમાં દાખલ કરાતા ડોકટરોની ટીમે ભારે જહેમત બાદ 3 તબક્કાની સર્જરી હાથ ધરી હતી.સરકી ગયેલી ગરદની કરોડરજ્જુ ફિક્સ કરી ન્યુરોમોનિટરિંગ અંતર્ગત હાથ ધરાઇ હતી.

આખરે બાળાને ફિઝિયોથેરાપીમાં મદદ કરવા તેની ડોકને વધુ લચકદાર બનાવવા ત્રીજી હળ‌વી કરવા પ્રક્રિયા હાથ ધરાઇ હતી.સફળ સર્જરી બાદ આ બાળકી 5 વર્ષ પછી આંખનું વિઝન સીધુ જોઇ શકે છે. બાળકીના પિતાએ કહ્યું હતું કે,ભારતભરમાં હોસ્પિટલમાં લઇ જવા છતાં જોખમ હોવાથી કોઇ ઓપરેશન કરવા તૈયાર થયું ન હતું.એક મિત્રએ એપોલો મુંબઇમાં લઇ જવા કહેતા હવે દીકરી તેણીનું માથુ સીધુ રાખી શકે છે અને અન્ય બાળકોની જેમ સામાન્ય થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...