વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખડકી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓને શાળાના મુખ્ય શિક્ષકે માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે પિંડવણ PHCમાં ખસેડવામાં આવ્યા છે.વિદ્યાર્થીઓ શાળાની પ્રાર્થનામાં મોડા પહોંચતા માર મરાયો હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનાના પગલે રોષે ભરાયેલા વાલીઓ શાળા પર દોડી ગયા હતા અને તાળાબંધી કરી આચાર્યને બદલવાની માગ કરી છે. તો બીજી તરફ શિક્ષણ વિભાગ દ્વારા આ મામલે બે અધિકારીઓને તપાસ સોંપી દેવામાં આવી છે.
ધરમપુર તાલુકાના ખડકી ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં દસેક વિદ્યાર્થીઓ પ્રાર્થનમાં મોડા પહોંચતા શાળાના મુખ્ય શિક્ષકે કેટલાક વિદ્યાર્થીઓને માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે પિંડવણ PHCમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા વલસાડ પોલીસનો કાફલો પણઘટનાસ્થળ પર પહોંચ્યો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
વાલીઓએ મુખ્ય શિક્ષકને બદલવાની માગ કરી
ખડકી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર મરાયાની વાલીઓને ખબર પડતા જ મોટી સંખ્યામાં વાલીઓ શાળા પર દોડી ગયા હતા. શાળાને તાળાબંધી કરી શાળાના મુખ્ય શિક્ષકને બદલવાની માગ કરી હતી.
પ્રાર્થનામાં મોડા પહોંચતા માર મરાયો હોવાનું સામે આવ્યું
સર્વોદય આશ્રમ શાળામાં રહેતા વિદ્યાર્થીઓ ખડકી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. આજે વિદ્યાર્થીઓ શાળાની પ્રાર્થનામાં મોડા પહોંચતા મુખ્ય શિક્ષકે માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
શું કહી રહ્યા છે DPEO?
આ મામલે વલસાડના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, તેઓને આ મામલે ટેલિફોનિક ફરિયાદ મળી છે. ફરિયાદ મળ્યા બાદ સમગ્ર મામલાની તપાસ માટે બે અધિકારીઓને મોકલવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.