નદીમાં ડુબવાથી બે વિદ્યાર્થીના મોત:વલસાડની પાર નદીમાં 6 વિદ્યાર્થીઓ ન્હાવા ગયા, અચાનક એકનો પગ લપસતા ડૂબવા લાગ્યો, બચાવવા જતા અન્ય બે વિદ્યાર્થીઓ પણ ડુબવા લાગ્યા

વલસાડ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ નજીક પાર નદીમાં આજે ઈજનેરી અને ડીગ્રી કોલેજમાં અભ્યાસ કરતા 6 વિદ્યાર્થીઓ ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન વિદ્યાર્થીઓ બંધ ઉપર પાણીમાં પગ બોળીને બેઠા હતા. ત્યારે અચાનક એક વિદ્યાર્થીનો પગ લપસ્યો હતો. જેથી તે ડૂબવા લાગતા તેને બચાવવા જતા અન્ય બે વિદ્યાર્થીઓ પણ ડુબવા લાગ્યા હતો. જેને લઈ તાત્કાલિક તરવૈયાઓ આવી પહોંચ્યા હતા. જોકે, 2 વિદ્યાર્થીઓના મૃતદેહ હાથ લાગ્યા હતા. જ્યારે એક વિદ્યાર્થીને બચાવી લેવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓ બંધ ઉપર પાણીમાં પગ બોળી બેઠા હતા
​​​​​​​
વલસાડની ઇજનેરી અને ડીગ્રી કોલેજમાં અભ્યાસ કરતા 6 વિદ્યાર્થીઓ અતુલ નજીક પાર નદીના ફૂટબોલ ગ્રાઉન્ડમાં ફૂટબોલ રમવા ગયા હતા. જે બાદ આ વિદ્યાર્થીઓ પાર નદીમાં ન્હાવા ગ્યા હતા. તે દરમિયાન નદી ઉપરના બોરી બંધ ઉપર પાણીમાં પગ બોળી બેઠા હતા. જે પૈકી એક વિદ્યાર્થીનો પગ સ્લીપ થતા નદીના પાણીમાં પડ્યો હતો. જેને બચાવવા અન્ય 2 વિદ્યાર્થીઓ પણ પડી ગયા હતા. જેને લઈ નદી કિનારે ઉભેલા 3 વિદ્યાર્થીઓ બચાવવા દોડ્યા હતા. આજુબાજુના સ્થાનિક લોકોની મદદ માંગી હતી.

​​​​​​​તરવૈયાઓને 2 વિદ્યાર્થીઓની લાશ હાથ લાગી હતી
આ ઘટનાને લઈ સ્થાનિક લોકોએ ચંદ્રપૂરના તરવૈયાઓની મદદ માંગી હતી. જેથી ચંદ્રપુરના તરવૈયાઓએ તાત્કાલિક નદીમાં ડૂબેલા વિદ્યાર્થીઓની બચાવ કામગીરી હાથ ધરી હતી. ચંદ્રપુરના તરવૈયાઓને 2 વિદ્યાર્થીઓની લાશ મળી હતી. જેથી ઘટનાની જાણ રૂરલ પોલીસની ટીમને થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ડૂબેલા વિદ્યાર્થીઓની લાશનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...