બેદરકારી માટે જવાબદાર કોણ?:સેલવાસની સરકારી શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓને પેપર સબમિટ કરવા એકસાથે બોલાવી લેવાતા સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડ્યા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંઘ પ્રદેશ કોરોનામુક્ત બન્યા બાદ આ પ્રકારની બેદરકારી ફરી કોરોનાને આમંત્રણ આપી શકે છે

વલસાડ નજીક આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીનું વહીવટી તંત્ર કોરોના સામે બાથ ભીડી રહ્યું છે અને કોરોનાના કેસ પ્રદેશમાં ન આવે તે માટે પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે શિક્ષણ વિભાગના રેઢિયાળ કારભારના કારણે ઝંડાચોક સ્થિત સ્કૂલમાં કોરોના ગાઇડ લાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. વાલીઓને એક સાથે પરીક્ષાના પેપર સબમીટ કરવા બોલાવી લેવાતા શાળા પર ભીડ થઈ હતી.

પ્રાપ્ત વિગત અનુસાર વલસાડ જિલ્લા નજીક આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે આવેલી ઝંડાચોક અંગ્રેજી માધ્યમની સ્કૂલ પર 20 ઓક્ટોબરના રોજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આપેલી ઓનલાઇન પરીક્ષાના પેપર સબમિટ કરવા માટે શાળાના તમામ વિદ્યાર્થીઓને અને વાલીઓને SMS દ્વારા જાણ કરવામાં આવી હતી. જેને લઈને શાળા ખાતે મોટી સંખ્યામાં નાના બાળકો અને વાલીઓની ભીડ એકત્રિત થઈ હતી. શાળા કેમ્પર્સ ખાતે કોવિડ ગાઈડલાઈનની તકેદારી રાખવામાં આવી ન હતી.

દાદરા નગર હવેલીના પ્રસાસન અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા કોરોનાના કેસ વિસ્તારમાં ન આવે તે માટે ઘણી તકેદારીઓ લેવામાં આવી રહી છે. સાથે સમગ્ર વિસ્તારને કોરોના મુક્ત રાખવા પણ ઘણા પ્રયાસો કરાઈ રહ્યા છે. ત્યારે સેલવાસની એક શાળા દ્વારા વિદ્યાર્થીઓએ આપેલી ઓનલાઈન પરીક્ષાના પેપર સબમિટ કરવા તમામ વિદ્યાર્થીઓએ અને વાલીઓને એક સાથે મોકલેલ SMSના કારણે મોટી સંખ્યામાં બાળકો અને વાલીઓ શાળા ખાતે આવી પોહચતા પરિષદમાં અફરાતફરી જોવા મળી હતી. કોઇપણ આગોતરા પ્લાનિંગ વગર હાથે કરી ઉભી કરેલી સમસ્યા સંદર્ભમાં વાલીઓ અને શિક્ષકો વચ્ચે પણ ચકમક ઝરી હોવાની વિગત મળવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...