પરિશ્રમ એ જ પારસમણિ:વલસાડની RJJ સ્કૂલની શ્રમજીવી પરિવારની વિદ્યાર્થીનીએ A1 ગ્રેડ મેળવી પરિવારનું નામ રોશન કર્યુ

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલસાડ જિલ્લાનું ચાલુ વર્ષે ધોરણ 10નું 65.12% પરીણામ જાહેર થયું
  • RJJ ઈંગ્લિશ મીડીયમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ધોરણ 9થી તૈયારી શરૂ કરી હતી

સમગ્ર રાજ્યમાં આજે સોમવારે એસએસસીનું પરિણામ જાહેર થયું હતું. જેમાં વલસાડ જિલ્લાનું ચાલુ વર્ષે ધોરણ 10નું 65.12% પરીણામ જાહેર થયું છે. વલસાડની RJJ ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ભણતી એક શ્રમિક પરિવારની વિદ્યાર્થિનીએ ધો 9થી બોર્ડની પરિક્ષાની તૈયારી શરૂ કરી A1 ગ્રેડ સાથે શાળામાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો. ગુજરાત હાઉસિંગ બોર્ડના 1 રૂમ અને રસોડા વાળા ફ્લેટમાં રહીને અભ્યાસ કરી તેણીએ શાળાના પ્રથમ ક્રમાંક મેળવ્યો છે.

ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ ગાંધી નગર દ્વારા માર્ચ 2022માં લેવાયેલી બોર્ડનું પરિણામ આજે જાહેર થયું હતું. જેમાં વલસાડ જિલ્લાનું પરિણામ 65.12% નોંધાયું હતું. ધો. 9થી ઘણા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. વલસાડ શહેરની RJJ ઈંગ્લિશ મીડીયમમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ધોરણ 9થી SSCની તૈયારી શરૂ કરી દીધી હતી. લોકડાઉન દરમ્યાન વિદ્યાર્થીનીએ રાત દિવસ મહેનત કરી હતી. હાઉસિંગ બોર્ડના 1 રૂમ-કિચનના ફ્લેટમાં રહીને અભ્યાસ કરીને બોર્ડની પરીક્ષામાં A1 ગ્રેડ મેળવી પરિવારનું અને શાળાનું ગૌરવ વધાર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...