તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામદારોની હડતાળ:વલસાડ મેડિકલ કોલેજમાં 3-4 વર્ગના 160 કામદારોની હડતાળ, 2 માસનો પગાર અને દિવાળીનું બોનસ ન મળતા રોષ

વલસાડએક મહિનો પહેલા
 • મેડિકલ કોલેજના અધિકારીઓને ઘણી વખત રજુઆત કરવા છતાં કોઈ રસ્તો ન નીકળતા હડતાળ ઉપર ઉતર્યા

વલસાડની મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા 160 જેટલા 3-4 વર્ગના કામદારો પોતાનો 2 માસનો પગાર અને દિવાળી બોનસ ન મળતા કામદારોએ હડતાળનું રણસિંગુ ફુક્યું છે. મેડિકલ કોલેજના 3-4 વર્ગના કામદારો હડતાળ ઉપર ઉતરતા મેડિકલ કોલેજ અને કેમ્પર્સમાં સફાઈ કામગીરી ઉપર હડતાળની અસર દેખાશે.

વલસાડ સિવિલ હોસ્પિટલની મેડિકલ કોલેજમાં અને કેમ્પસમાં 3-4 વર્ગના કામદાર તરીકે ફરજ બજાવતા કામદારોને ગત દિવાળીનું બોનસ અને ડિસેમ્બર માસથી પગાર ન મળતા કામદારો હડતાળ ઉપર ઉતર્યા છે સફાઈ કામદારોને કોરોના વોરિયર્સ પગારથી વંચિત રહ્યા છે. મેડિકલ કોલેજના અધિકારીઓને વારંવાર રજુઆત કરવા છત્તા પગાર ન મળતા કામદારોએ હડતાળ ઉપર ઉતરવું પડ્યું છે.

કામદારોને સમયસર પગાર અને બોનસ ન મળતા તેમનો પરિવાર અટવાઈ રહ્યું છે. મેડિકલ કોલેજના સફાઈ કામદારોની હડતાળની અસર હોસ્પિટલ અને કેમ્પસમાં સફાઈની કામગીરી ઉપર દેખાશે તેમ સફાઈ કામદારોના મૂડને જોઈને લાગી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો