• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Strict Punishment Should Be Given To The Accused Involved In The Lattha Scandal, A Petition Has Been Sent To Valsad District Collector.

AAPની માગ:લઠ્ઠાકાંડમાં સંડોવાયેલા આરોપીઓને કડક સજા આપવામાં આવે, વલસાડ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

વલસાડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને પદ ઉપરથી દૂર કરવાની પણ આવેદનપત્રમાં માગ કરી

ગાંધીના ગુજરાત 55થી વધુના મૃત્યુની ઘટના બાદ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીના રાજીનામાની માંગ સાથે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના અગ્રણીઓએ કલેક્ટરનેમાં લઠ્ઠાકાંડમાં 55થી વધુ લોકોના મૃત્યુ થાય છે. જે ઘટનાના પગલે રાજ્યમાં ઠેરઠેર પડતા જોવા મળી રહ્યા છે. જેને લઈને લઈને રાજ્ય સરકાર દારૂ બંધીના પાલન કરી શકી નથી જેથી રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના ગુહ મંત્રીએ તાત્કાલિક અસરથી રાજીનામુ આપે નહોતો તેમને પદ ઉપરથી દૂર કરવાની માંગ સાથે આમ આદમીના વલસાડ જિલ્લાના અગ્રણીઓએ માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજુઆત કરી છે.

લઠ્ઠાકાડમાં 55 લોકોના જીવ ગયા
રાજ્યમાં લઠ્ઠાકાંડની ઘટનામાં 55 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. લઠ્ઠાકાંડમાં ન્યાયિક તપાસ થવી જોઈએ સાથે ગુજરાત રાજ્યમાં દારૂબંધીની કડક અમલવારી થાય તેવી માંગ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ કરી હતી. ગાંધીનગર ગુજરાતમાં લઠ્ઠાકાંડ જેવી ઘટના થતા ગુજરાતમાં દારૂબંધીની અમલવારી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી નિભાવી રહ્યા ન હોવાનો લાગી રહ્યું છે. જેથી તાત્કાલિક અસરથી રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને તેમના પદ ઉપરથી દૂર કરવામાં આવે તેવી માંગ સાથે વલસાડ જિલ્લા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વલસાડ જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

પોલીસ કાયમી ધોરણે દારૂનું દૂષણ દૂર કરે
ગુજરાત રાજ્યમાં ભૂતકાળમાં પણ લઠ્ઠાકાંડની ઘટનાઓ બની હતી. તેમાં પણ કોઈપણ તપાસ થઈ ન હોવાનો સામે આવ્યુ છે. ભૂતકાળમાં પણ લઠ્ઠાકાડ બાદ માત્ર પાંચ દસ દિવસ પોલીસ વિભાગ દારૂના અડ્ડા ઉપર રેડ કરી તેઓ ઉપર કેસ કરે છે ત્યારબાદની પરિસ્થિતિ તેની તેજ યથાવત રહે છે. જેથી વહેલી તકે લઠ્ઠાકાંડના દોષિતોને કડક સજા થાય અને રાજ્યના મુખ્યમંત્રી તેમ જ ગૃહમંત્રીને પદ ઉપરથી દૂર કરવાની માંગ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા હોય આવેદનપત્ર પાઠવી પોતાની રજૂઆત વલસાડ જિલ્લા કલેકટરને કરી હતી.

અન્ય સમાચારો પણ છે...