વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ક્વોરી સંચાલકોની અચોક્કસ મુદ્દતની હડતાળ છેલ્લા 13 દિવસથી ચાલી રહી છે પરંતું હજી તેનો ઉકેલ ન આવતાં સરકારી કામોમાં અવરોધ ઉભો થયો છે.વલસાડ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ પામનારા લોકોપયોગી આ કામો ધીમા પડી ગયા ક્યાં તો કેટલાક બંધ થઇ ગયા છે.જિલ્લામાં સરકારી પ્રોજ્કેટોના રૂ.300 કરોડના કામોને અસર થઇ રહી છે.
ગુજરાતભરમાં કવોરી સંચાલકોની હડતાળના પગલે કપચી,ગ્રીટ,ઝીણી કપચી,સ્ટોન જેવા માલસામાન ની અછત વર્તાવા લાગી છે. જિલ્લામાં ખાસ કરીને રેલવે ફાટકો ઉપર ચાલી રહેલા મોટા બ્રિજના 8 કામો માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરૂ કરેલા જેની સમયમર્યાદા ડિસેમ્બર-2022થી લઇ માર્ચ 2023 સુધીની નક્કી કરાયેલી છે,જે કામો 1 મે 2022થી ચાલી રહેલી ક્વોરી સંચાલકોની હડતાળને પગલે બંધ પડવાની ભીતિ છે.
હડતાળ પહેલા માર્ગ અને મકાન વિભાગની એજન્સીઓ માલ સ્ટોક કરાયો હતો તે હડતાળનો અંત જલ્દી ન આવે તો પૂરો થઇ જવાની ભીતિ વર્તાઇ રહી છે.હાલે આ બ્રિજના જે કામો ચાલી રહ્યા છે તે પણ કપચી,ગ્રીટની અછતના કારણે ધીમા અને મંથર ગતિએ ચાલી રહ્યા છે.જિલ્લામાં રસ્તાના બે કામો બંધ કરી દેવાની નોબત આવી છે.જેને લઇ આગામી દિવસોમાં જો રાજ્ય સરકાર ક્વોરી સંચાલકો સાથે બેઠક કરી યોગ્ય ઉકેલ ન લાવે તો મુશ્કેલી સર્જાવાની દહેશત વર્તાઇ રહી છે.
સીધી અસર - 20 થી 45 કરોડની રેન્જના 7 રેલવે બ્રિજ પ્રોજેક્ટ પણ મંથર ગતિએ
જિલ્લામાં 3 પુલોના કામોને અસર
વલસાડમાં 115 કરોડનો ROB પ્રોજેક્ટનું કામ ધીમું
વલસાડમાં ધરમપુર રોડ,અતુલ રોડ અને વલસાડ શહેર તરફના રોડના ત્રિપાંખિયા રેલવે ઓવર બ્રિજનો મોટો પ્રોજેક્ટ ધીમો પડી ગયો છે.આ પ્રોજેક્ટ રૂ.115 કરોડનો છે,જેની સમય મર્યાદા માર્ચચ-2023 સુધીની છે,પરંતું ક્વોરીવાળાઓની હડતાળથી કામગીરી મંથર ગતિએ થઇ રહી છે.
R&B દ્વારા નિર્મીત 3 મકાનોનું કામ અટવાયું
જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલિયા ગામે રાજ્ય બીજ નિગમના ગોડાઉનનું કામ ચાલુ છે,પરંતુ હડતાળથી ધીમુ પડ્યું છે.આ ઉપરાંત પારડી તાલુકાના ઉદવાડામાં સીટી સર્વે કચેરીના બાંધકામનું કામ પણ અવરોધાયું છે.
રસ્તાના કામોને મોટી અસર, અવધિ 31 જૂન 2022 સુધીની
રસ્તાના કુલ 5 કામ માર્ગ અને મકાન વિભાગ દ્વારા થઇ રહ્યા છે,જેમાં ડુંગરી અંદરગોટા રોડ અને ખુંટેજ-ડુમલાવ રોડના કામ બંધ કરવા પડ્યા છે.જ્યારે બીજા 3 કામ ધામણી-ટોકરપાડા,વાપી કોપરલી અને ટુકવાડાનો સીસી એપ્રોચ રોડના કામ ધીમા પડી ગયા છે.રસ્તાના આ કામો 31 જૂન 2022 સુધી પૂર્ણ કરવાની સમય મર્યાદા છે.
ચોમાસામાં હાલાકી - 3 બ્રિજ પૈકી મોટાપોંઢા-કપરાડા બ્રિજનુ કામ બંધ
રસ્તાના 5 કામોને અસર
સંચાલકોએ CMને મળી સમસ્યાની રજૂઆત કરી
ગુજરાતમાં ક્વોરી સંચાલકોની અચોક્કસ મુદ્દતની હડતાળને લઇ સરકારી પ્રોજેકટોના કામો અટવાઇ રહ્યા છે ત્યારે આ હડતાળનો વહેલો ઉકેલ આવે તે માટે ગુજરાતભરના ક્વોરી સંચાલકોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી ચર્ચા કરી છે અને હડતાળનો નિરાકરણના પ્રયાસો કર્યા છે.
ROBની સમયમર્યાદા લાંબી છે, પરંતું પુલ, રસ્તાના કામોને અસર
હાલમાં ક્વોરી સંચાલકોની હડતાળ ચાલૂ હોવાથી સ્ટોક સપ્લાય બંધ છે.જ્યાં સ્ટોક છે ત્યાં બ્રિજ,પુલો રસ્તાના કામો ધીમા ચાલી રહ્યા છે,તે પણ હડતાળનો ઉકેલ જો વહેલો ન આવે તો મુશ્કેલી સર્જાવાની સંભાવના છે.31 જૂન 2022 સુધીની સમય મર્યાદામાં રસ્તાના 5 કામ,પુલ બ્રિજના 3 કામ પૂર્ણ કરવામાં તકલીફ થઇ શકે છે.તેમાં રસ્તાના કામમાં ડુંગરી અંદરગોટા રોડ અને ડુમલાવ-ખુંટેજ રોડનું કામ બંધ કરવું પડ્યું છે.જ્યારે મોટાપોંઢા-કપરાડા બ્રિજનું કામ પણ બંધ થયું છે. - એન.એન.પટેલ,કાર્યપાલક ઇજનેર,R&B
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.