તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Statements Of Investigation Committee Members Were Recorded In The Case Of Alleged Financial Transactions In Vapi Green Envirose Of Valsad District.

નિવેદન નોંધાયા:વલસાડ જિલ્લાના વાપી ગ્રીન એન્વાયરોમાં કથિત નાણાંકીય વ્યવહાર મામલે તપાસ કમિટિ મેમ્બરોના નિવેદનો નોંધવામાં આવ્યા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કમિટિ વાપીની મુલાકાત બાદ સમગ્ર રિપોર્ટ VCMDને સોંપશે, ત્યારબાદ નિર્ણય લેવાશે

વલસાડ જિલ્લાના વાપી ગ્રીન એન્વાયરોના 2 ડિરેકટરો અને પૂર્વ ડિરેકટરે કેટલાક ઉદ્યોગપતિઓ પાસે CETPમાં વધુ ડિસ્ચાર્જની મંજુરીના નામે મોટી રકમની કથિત ઉઘરાણી અંગે રચાયેલી તપાસ કમિટિએ વાપી આવી મેમ્બરોના નિવેદનો લીધા હતા.

ગણતરીના ઉદ્યોગપતિઓ કમિટી સમક્ષ નિવેદન નોંધાવવા આવ્યા હતા. 2 દિવસ માટે તપાસ કમિટી સમગ્ર પ્રકરણમાં તપાસ કર્યા બાદ આ રિપોર્ટને VCMD સમક્ષ રજુ કરશે. ત્યારબાદ VCMD આ કેસમાં ફાઇનલ નિર્ણય લેશે. જો કે ભુતકાળમાં બહુચર્ચિત કિસ્સાઓમાં તપાસ કમિટિ કેમ ન રચાઇ તે પ્રશ્ન ઉદ્યોગકારોમાં ઉઠી રહ્યો છે.

વલસાડ જિલ્લાના વાપી GIDC ખાતે CETPમાં વધુ ડિસ્ચાર્જની મંજુરીના નામે ગ્રીન એન્વાયરોના 2 ડિરેકટરો અને પૂર્વ ડિરેકટરે ઉદ્યોગકારો પાસે મોટી રકમની ઉઘરાણી કરી હોવાનો મુદો દિવસેના દિવસે હોટ ટોપિક બની રહ્યો હતો. VCMDએ રચેલી તપાસ કમિટીના ભરતભાઇ જૈન અને નાયડુ મંગળવાર વાપી આવી પહોંચ્યા હતા.

તપાસ કમિટીએ મીડિયામાં ચાલેલા ભ્રષ્ટાચાર અહેવાલોને ધ્યાને રાખીને વાપીના મીડિયા કર્મીઓ પાસેથી સમગ્ર ઘટના અંગે તપાસ કમિટીએ પુરાવાઓ મેળવી મીડિયા કર્મીઓના પણ નિવેદનની નોંધ કરવામાં આવી છે. આ ટીમ દ્વારા ઉદ્યોગકારોને પણ સાંભળવા માટે સમય આપવામાં આવ્યો હતો.

ઉદ્યોગકારો પૈકી ગણિયા ગાંઠિયા ઉદ્યોગકારોએ તપાસ કમિટી સમક્ષ પોતાના નિવેદનોને નોંધ કરાવ્યા હતા. તપાસ કમિટી બુધવાર સુધી વાપીમાં રોકાઈને ઉદ્યોગકારો પાસે અને ભૂતપૂર્વ ડિરેક્ટરોના નિવેદન મેળવવાનો પ્રયાસ કરશે. બુધવાર સુધીમાં લેવાયેલા તમામ નિવેદનો ઉપર એક રિપોર્ટ તૈયાર કરીને VCMDને રિપોર્ટ સોંપવામાં આવશે તેમ તપાસ કમિટીએ જણાવ્યું છે.

આ પ્રકરણ સાથે જોડાયેલા લોકો પાસે વિગતો મેળવવા માટે એક ઈમેલ આઈડી પણ જાહેર કરવામાં આવ્યો છે. જેના ઉપર પણ કોઈ ઉદ્યોગકારોએ આ વિવાદને લઈને કોઈ પુરાવા કે રજૂઆત તપાસ કમિટીને કરવી હોય તો તે માટે તપાસ કમિટીએ ઉદ્યોગકારોને ઈમેલ કરવા જણાવ્યું છે.

તપાસ કમિટિ સમક્ષ જેમની પાસેથી નાણાંકીય લેવડ દેવડ થઇ છે તેઓ જશે કે કેમ તેના પર સૌની મીટ છે. કેટલાક ઉદ્યોગપતિઓના મતે હાલમાં ચાલી રહેલા ઉઘરાણી પ્રકરણ સહિત ભુતકાળમાં થયેલી ગેરરિતિ મામલે પણ તપાસ કમિટિની રચના થવી જોઇએ. આમ ગ્રીન એન્વાયરોમાં વિવાદ ચરમસીમાએ પહોંચી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...