ચૂંટણી પ્રચાર:પારડી વિધાનસભા મતવિસ્તારના મોરાઈમાં રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈએ ચૂંટણી સભા સંબોધી

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર કનુભાઈ દેસાઈએ વલસાડ જિલ્લાની પારડી વિધાનસભા મતવિસ્તારના મોરાઈ ટ્રાન્સપોર્ટ નગરમાં ચૂંટણી જાહેર સભાને સંબોધી હતી. વાપી ટ્રાન્સપોર્ટ નગરમાં રહેતા મતદારોને મોટી સંખ્યામાં 1લી ડિસેમ્બરે મોટી સંખ્યામાં મતદાન કરવા અંગે જાગૃત કર્યા હતા. ટ્રાન્સપોર્ટ નગરમાં રહેતા હરિયાણા- રાજસ્થાનના મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરાયા હતા.

વલસાડ જિલ્લાના વાપી નજીકના મોરાઈ ટ્રાન્સપોર્ટ નગરમાં હરિયાણા અને રાજસ્થાનના લોકો મોટી સંખ્યામાં ધંધા અર્થે સ્થાયી થયા છે. જે લોકો વર્ષોથી ગુજરાતના વાપીને પોતાનું કાર્યસ્થળ માનતા હતા તે તમામ હવે આ સ્થળના જ મતદાર બની ગયા છે. કોની સાથે મુલાકાત કરી અને ભાજપ સરકારે વાપીમાં જે વિકાસ કર્યો છે. તે વિકાસની ગાથા સંભળાવીને ભાજપના ઉમેદવાર કનુ દેસાઈએ આગામી ચૂંટણીમાં ભાજપને ફરી જીત અપાવી ગુજરાતના વિકાસને વધુ આગળ લઈ જવામાં સહાયક ભૂમિકા ભજવવા અપીલ કરી હતી.

આ ચૂંટણી સભા પ્રસંગે મોરાઈ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ સંજય શર્મા, હરિયાણા સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, રાજસ્થાન સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. બધાએ કનુ દેસાઈને આવકાર્યા અને મોટા ઢાંકણાથી જીતાડવાની ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...