વલસાડના BDCAના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 3જી જાન્યુઆરી 2023થી 4 દિવસીય રણજી ટ્રોફી મેચનો પ્રારંભ થયો છે. ગુજરાત અને પંજાબ વચ્ચે રણજી ટ્રોફી મેચ યોજાઇ રહી છે. પંજાબની ટીમે ટોસ જીતી બેટિંગની શરૂઆત કરી છે. ગુજરાતની ટીમની હોમ પિચ તરીકે વલસાડના સરદાર પટેલ સ્ટેડિયામને ગણવામાં આવે છે. વલસાડ જિલ્લાના 2 ખેલાડીઓ આ મેચમાં ગુજરાતની ટીમમાંથી રમી રહ્યા છે. જેથી વલસાડના ક્રિકેટ રસિકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.
વલસાડના BDCAના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આજથી 4 દિવસીય રણજી ટ્રોફી ટુર્નામેન્ટની મેચ વલસાડમાં યોજાઈ રહી છે. વલસાડના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાઈ રહેલી મેચમાં ગુજરાત અને પંજાબની ટીમ વચ્ચે મેચ રમાઈ રહી છે. પંજાબની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી હતી. ગુજરાતની આ ટુર્નામેન્ટમાં ચોથી મેચ જ્યારે પંજાબની ત્રીજી મેચ રમશે. પંજાબ અગાઉ આ સીઝનમાં 1 મેચ હારી ગયું હોવાથી પંજાબની ટીમ આ મેચ જીતવા તમામ પ્રયાસો સાથે મેચ રમશે. ગુજરાતની ટીમ આ સીઝનમાં એકપણ મેચ હર્યું નથી. વલસાડ જિલ્લાના 2 ખેલાડીઓ ગુજરાતની ટીમમાં રમી રહ્યા છે. અરઝાન નાગવાસવાલા અને તેજસ પટેલ વલસાડના ખેલાડીઓને સ્થાન મળ્યું છે.
આ ટુર્નામેન્ટમાં પંજાબ અને ગુજરાતના IPLના સ્ટાર ખેલાડીઓ પણ રણજી ટ્રોફીમાં રમવા આવ્યા હોવાથી બંને ટીમ વચ્ચે રસાકસી ભરેલી મેચ બની રહેશે. ગુજરાતની ટીમમાંથી પ્રિયંક પંચાલ, અરઝાન નાગવાસવાલા, હેત પટેલ, સિદ્ધાર્થ દેસાઈ,ચિંતન ગજા રમી રહ્યા છે. જ્યારે પંજાબની ટીમમાંથી અભિષેક શર્મા, મનદીપ સિંઘ, સિદ્ધાર્થ કોલ, મયંક માર્કંડે, હરપ્રિત બ્રાર જેવા સ્ટાર ખેલાડીઓ પંજાબની ટીમમાંથી રમી રહ્યા છે. આ ટુર્નામેન્ટની મેચ જીતવા પંજાબ મરણિયા પ્રયાસો કરશે. જ્યારે ગુજરાત આ મેચમાં પોતાનો દબદબો જાળવી રાખવા મેચ જીતવાનો પ્રયાસ કરશે અને આ મેચ દર્શકો માટે રસપ્રદ અને આકર્ષણ રહ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.