દુર્ઘટના:વલસાડના કલવાડામાં એસટી કર્મીનું કુવામાં પડી જતા મોત

વલસાડ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કુવામાં ખાબકી જતાં તરવૈયાની મદદથી મૃતદેહને બહાર કાઢયો

વલસાડ તાલુકાના કલવાડા ગામે ડુંગરિયા પહાડ ફળિયામાં રહેતા વિનોદભાઇ ધીરૂભાઇ પટેલ ઉ.53 વલસાડ એસટી વિભાગમાં કન્ડકર તરીકે ફરજ બજાવતા હતા.સોમવારે બપોરે 12 વાગ્યાના સુમારે કોઇક કામકાજ માટે તેઓ ઘર નજીક આવેલા ઉંડા કુવા પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક તેઓ કુવામાં ખાબકી જતાં ઉંડાઇવાળા પાણીમાં ડુબી ગયા હતા.જેને લઇ તેમનું મોત થયું હતું.વિનોદભાઇને કુવામાં પડેલા જોતાં જ પરિવારજનોમાં બુમાબુમ મચી ગઇ હતી.જેની જાણ બાજૂમાં રહેતા મુકેશભાઇ અને છગનભાઇને કરતા તેઓ તથા અન્ય ગ્રામજનો દોડી આવ્યા હતા.

દરમિયાન ગામના તરવૈયાની મદદથી દોરડા જાળ સાથે વિનોદભાઇને બહાર કાઢવા ભારે મથામણ કર્યા બાદ જહેમતથી વિનોદભાઇના મૃતદેહને બહાર કાઢી સિવિલમાં લાવવામાં આવ્યો હતો.આ અંગે વલસાડ રૂરલ પોલીસને જાણ કરાતા અકસ્માત નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...