તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:વલસાડ ST ડેપોમાં ST સ્ક્વોડની ટીમે માસ્ક ચેકીંગ હાથ ધર્યું, માસ્ક વગર ફરતા લોકોમાં ફફડાટ

વલસાડ4 મહિનો પહેલા
વલસાડ એસટી ડેપોમાં લોકો માસ્ક વગર ફરતા નજરે પડ્યા. - Divya Bhaskar
વલસાડ એસટી ડેપોમાં લોકો માસ્ક વગર ફરતા નજરે પડ્યા.
  • યાત્રીઓને યોગ્ય રીતે માસ્ક પહેરી રાખવા સૂચના આપવામાં આવી
  • વલસાડ એસટી ડેપોમાં બહારથી આવતી તમામ બસોમાં માસ્ક ચેકીંગ

વલસાડ એસટી ડેપો ખાતે એસટીની ચેકીંગ સ્ક્વોડની ટીમે ડેપોમાં અને બસમાં માસ્ક ચેકીંગ હાથ ધર્યું, એસટી ડેપો પર માસ્ક વગર ફરતા યાત્રીઓને ફરજીયાત માસ્ક પહેરવા સૂચના આપી હતી. માસ્ક વગર બસમાં યાત્રા કરતા અટકાવવામાં આવશે તેમ સૂચના જણાવતા માસ્ક વગર ફરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

બસના યાત્રીઓને પણ માસ્ક પહેરવા સૂચના આપવામાં આવી.
બસના યાત્રીઓને પણ માસ્ક પહેરવા સૂચના આપવામાં આવી.

યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માસ્ક ચેકીંગ હાથ ધર્યું
વલસાડ એસટી ડેપો ખાતે એસટીની ચેકીંગ સ્ક્વોડની ટીમે ડેપોમાં આવતા યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને માસ્ક ચેકીંગ હાથ ધર્યું હતું. એસટી ડેપોમાં યોગ્ય રીતે ફેસ માસ્ક વગર ફરતા યાત્રીઓને યોગ્ય રીતે માસ્ક પહેરી રાખવા સૂચના આપવામાં આવી હતો. એસટીની ચેકીંગ સ્ક્વોડની ટીમે વલસાડ એસટી ડેપોમાં બહારથી આવતી તમામ બસોમાં માસ્ક ચેકીંગ હાથ ધર્યું હતું.

યાત્રીઓને માસ્ક વગર યાત્રા ન કરવા દેવા સૂચના
બસમાં યાત્રા કરતા યાત્રીઓને માસ્ક વગર યાત્રા ન કરવા દેવા સૂચના આપવામાં આવી હતી. યાત્રા દરમિયાન બસના કંડકટર દ્વારા યાત્રીઓને યોગ્ય રીતે ફેસ માસ્ક પહેરી રાખવા વારંવાર સૂચનાઓ આપવામાં આવી રહી છે. કોરોના સંક્રમણ અટકાવવા વલસાડ એસટી ડેપોની ચેકીંગ સ્ક્વોડની ટીમે ચેકીંગ હાથ ધરતા માસ્ક વગર ફરતા યાત્રીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો