મોટી દુર્ઘટના ટળી:વલસાડના કાંપરી રેલવે ફાટક પાસે ટ્રેક પર જ ST બસ બંધ પડી ગઈ, ટ્રેનના પાઈલોટે સમય સૂચકતા વાપરી ટ્રેનને અટકાવી દીધી

વલસાડ15 દિવસ પહેલા
  • બસમાં સવાર તમામ યાત્રીઓનો જીવ તાળવે ચોંટી ગયા હતા

વલસાડ તાલુકાના કાપરી ફાટક પર આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના સર્જાતા સહેજમાં અટકી હતી. રેલવે ક્રોસિંગ ક્રોસ કરી રહેલી એક એસટી બસ ટ્રેકની વચ્ચે જ બંધ પડી જતા બસમાં સવાલ મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. બસ ટ્રેક પર ફસાઈ આ જ સમયે ટ્રેન આવવાનો સમય હતો. જો કે, ટ્રેનના પાઈલોટે સમય સૂચકતા વાપરી ટ્રેન રોકી દેતા મોટી દુર્ઘટના સર્જાતા અટકી હતી.

ટ્રેનના પાઈલોટની સમય સૂચકતાથી અકસ્માત ટળ્યો
વલસાડ નજીકના કાપરી રેલવે ફાટક ઉપર ફાટક તૂટી જવાની અન્ય ઘટનાઓ અવારનવાર બનતી હોય છે ત્યારે આજરોજ અંકલેશ્વર થી બસમાં મુસાફરો ભરી વલસાડ ડેપો તરફ બસ નંબર GJ-18-Z-2971 આવી રહી હતી. તે દરમિયાન વલસાડ નજીકના કાપરી રેલવે ફાટક ખુલ્લું હોવાથી બસ બપોરે 12:40 કલાકે રેલવે ફાટક ક્રોસ કરતી વખતે અચાનક બસ બંધ પડી ગઈ હતી. બસમાં ટેક્નિકલ ક્ષતિ આવી ગઈ હતી. તો બીજી તરફ પૂર ઝડપે અમદાવાદ તરફથી મુંબઈ તરફ જતી યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન આવતા બસના મુસાફરોને જીવતા જીવત મોતના દ્રશ્યો જોઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક જ યશવંતપુર એક્સપ્રેસ ટ્રેનના પાઈલોટે સમય સૂચકતા દાખવીને કાપરી રેલવે ફાટક પાસે ટ્રેનને અટકાવવાનો સફળ પ્રયાસ કર્યો હતો. અને ટ્રેન અટકાવવામાં સફળતા પણ મેળવી હતી. બીજી તરફ બસના મુસાફરોમાં જીવ આવ્યો હતો.

ટ્રેન 12 મિનિટ સુધી રોકાઈ રહી
યશવંતપુર એક્સપ્રેસ ટ્રેન 12 મિનિટ સુધી અટકી ગઈ હતી. જોકે રેલવે ટ્રેક વચ્ચે ફસેલી બસને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવી હતી. કાંપરી રેલવે ફાટક રેલવે ટ્રેક પર બસ ફસાઈ હોવાને જાણ થતા વલસાડ રેલવે પોલીસ અને આરપીએફ પોલીસ દોડી ગઈ હતી.જોકે ફાટક વચ્ચે બસ ફસાવવાના કારણે 30 મિનિટ સુધી ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા મોટો અકસ્માત થતા અટકી જતા વલસાડ રેલવે વિભાગ તેમજ વલસાડ એસટી ડેપો વિભાગે રાહતનો દમ લીધો હતો.

સમગ્ર મામલાથી વલસાડ એસટી તંત્ર અજાણ
સમગ્ર ઘટના અંગે વલસાડ એસટી વિભાગને બસના ડ્રાયવરે કે કાંડકટરે કોઈ જાણ કરી ન હતી. વલસાડ દિવ્ય ભાસ્કરની ટીમે વલસાડ ડેપો મેનેજર અને વિભાગીય નિયામાંકને ઘટનાં અંગે પૂછતાં તેમને આવી કોઈ ઘટનાની જાણ ન હોવાનું તેમજ બસના ડ્રાયવરે કે કાંડક્ટરે તેમને આવી કોઈ ઘટનાની જાણ કે નોંધ પણ કરાવી ન હોવાનું જણાવ્યું હતું.વલસાડ ડેપો મેનેજર બી એમ જોષી ને ઘટના અંગે પૂછતાં તેમને ઘટનાની કોઈ જાણ ન હોવાનું જણાવ્યું હતું. સાથે અંકલેશ્વર ડેપો ખાતેથી બસના ડ્રાયવર અને કંડકટરનો નંબર મેળવવાના પ્રયાસ હાથ ધર્યો હતા. તેમજ ઘટનાનો ચિતાર મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. બસમાં કેટલા યાત્રીઓ હતા તે અંગે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...