સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ:વલસાડના કલગામ ખાતે SRP કેમ્પ ગ્રુપ 14, નારગોલ મરીન પોલીસ અને કલગામ ગ્રામ પંચાયતનાં સહયોગથી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં કલગામ ખાતે SRP કેમ્પ ગ્રૂપ 14નો નારગોલ મરીન પોલીસ મથક અને કલગામ ગ્રામપંચાયતના સહયોગથી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને SRPના જવાનો સફાઈ અભિયાનમાં.જોડાયા હતા. સ્થાને ગામમાં ગંદકી કરતા લોકોને તેમજ કચરો ગમે ત્યાં ફેંકતા સહેલાણીઓ અને લોકોને કચરો કચરાપેટીમાં જ નાખવા અને ગંદકી ન ફેલાવવા જાગૃત કરવામાં આવ્યા હતા.

આજરોજ કલગામ ખાતે SRP કેમ્પ ગ્રુપ 14, નારગોલ મરીન પોલીસ સ્ટેશન અને કલગામ ગ્રામ પંચાયતનાં સહયોગથી સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ કલગામ ખાતેનાં વિસ્તારને પોલીસ જવાનોએ સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું હતું. જેમાં સ્વચ્છતા અભિયાન સાથે પોલીસ જવાનોએ દાતરડાઓ લઈ ઝાડી તેમજ ઝાંખરા પણ કાપ્યા હતાં. ત્યારબાદ આ સંયુક્ત ટીમે કલગામ તળાવ ખાતે પણ સાફ સફાઈ અભિયાન ચલાવી કાર્યકમને વધું શાનદાર બનાવ્યો હતો. આ સ્વચ્છતા અભિયાન વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંગ ગુજ્જર (આઈપીએસ) અને નાયબ પોલીસ અધિક્ષક (કલગામ SRP કેમ્પ ગ્રુપ ૧૪) એ એન ઘાસુરાનાં માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક (મરીન ટાસ્ક ફોર્સ) એ એમ કુગાસિયા, નારગોલ મરીન પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર બી ડી જીત્યા, પીએસઆઈ ઠકરિયા, પીએસઆઈ સહારે, ડૉ. વિશાલ ભાવસાર, કલગામ ગ્રામ પંચાયતનાં સરપંચ, ઉપસરપંચ રસીક પટેલ તથા અન્ય પોલીસ કર્મચારીઓ, જવાનો અને પંચાયતનાં સભ્યો હાજર રહી સફાઈ અભિયાનના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

અન્ય સમાચારો પણ છે...