તપાસ બાદ કાર્યવાહી:ફાટીને ધૂમાડે ગયેલા પોલીસ પર SPની ગાજ,12ને હટાવાયા

વલસાડ19 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ડુંગરીના કોસ્ટેબલની કરતૂતની તપાસ બાદ કાર્યવાહી
 • પોલીસ મથકોમાં ફરજ બજાવતા 8 GRD પણ ઘરભેગા

વલસાડના ડુંગરીના કોન્સ્ટેબલ નિતેન્દ્ર પટેલ બે ત્રણ દિવસ પહેલા તાલુકા હદ છોડીને છેક ઘેજ ગામે દારૂ પકડવાનો અનધિકૃત ઢબે વેપલો માડીને બેઠો હતો.જેમાં દારૂ પકડવા પીછો કરવાની લ્હાયમાં તેની ગાડી પલટી મારી ગઇ હતી.આ સાથે બુટલેગરોમાં પણ એક કર્મીને હપ્તો ચૂકવવા છતાં વાહન પકડે છે તેવું કહેતા હોવાની વાત પણ બહાર આવી હતી.બે દિવસ પહેલા અટગામ અને ચરીને બે ઇસમો દારૂનીગાડીનો પીછો કરવા નંબર વિનાની કા‌ળા કાચવાળી જીપ બેફામ રીતે હંકારતા અટગામમાં પાર્ક કરેલી 5 બાઇક, મોપેડનો ખુરદો બોલાવી દહેશત ફેલાવી હતી.

હકીકતો એસપી ડો.રાજદિપસિંહ ઝાલા સમક્ષ આવતા ડુંગરીના નિતેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દીધો હતો. તપાસના અંતે જિલ્લાના 12 પોલીસ કર્મીને હેડ ક્વોર્ટરમાં ખસેડવામાં આવ્યા છે.જ્યારે 8 જીઆરડી જવાનોને પણ ઘરે બેસાડી દેવામાં આવતાં પોલીસ વિભાગમાં ભારે સન્નાટો મચ્યો છે. આ સાથે 4 જેટલા હોમગાર્ડને પણ છુટા કરવા તજવીજ હાથ ધરી હોવાનું કહેવાય છે.

એસપીની આ કર્મચારીઓ ઉપર ગાજ વરસી

 • વાપી જીઆઇડીસી પો.સ્ટે.ના નિમેશ ઇશ્વર
 • ભીલાડ પો.સ્ટે.ના દયાનંદ આનંદ
 • પારડી પોલીસ મથકના કોન્સ્ટેબલ વિશાલગીરી સુરેશીગીરી
 • ઉમરગામ મરીન પો.સ્ટે.ના મહમદસફી સુલેમાન મન્સુરી
 • કપરાડા પોલીસ મથકના કો.પ્રવિણ નરસિંહ
 • ધરમપુર પો.મથકના કો.રાહુલ વસંતભાઇ
 • ડુંગરી પો.મથકના પ્રવિણ શ્યામરાવ
 • ડુંગરી પો.મથકના યાજ્ઞિક મુકેશભાઇ
 • મરીન પો.મથકનારાજેન્દ્ર ભાથીસિંહ
 • કપરાડા નાનાપોંઢા પો.સ્ટે.ના દિપક અમૃતલાલ
 • કપરાડા પો.મથકના ડ્રાઇવર દિપક ચુડામણ
 • ધરમપુર પોલીસ મથકના અશ્વિન દિનેશ
અન્ય સમાચારો પણ છે...