દાદરા નગર હવેલી અને દમણ દીવ પ્રદેશના સુંદર દરિયાકિનારા ઐતિહાસિક સ્થળો અને લીલાછમ પ્રાકૃતિક લેન્ડસ્કેપ્સનો વૈભવી અનુભવ પ્રદાન કરીને ટોચનું પર્યટક સ્થળ બનવાના માર્ગ પર આગળ વધી રહ્યા છે.આ ઉપરાંત પ્રદેશના જંગલો અને વન્યજીવો પણ એક મુખ્ય પ્રવાસી આકર્ષણ બનાવે છે જેમાં દાનહ સેલવાસમાં 4 ઓક્ટોબર 2002ના રોજ ઉદઘાટન કરવામાં આવેલા લાયન સફારી વાસોણા પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 20 હેકટરમાં ફેલાયેલા લાયન સફારી પાર્કની મુલાકાતે દર વર્ષે અહીં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહીત હજારો પ્રવાસીઓ આવે છે અને દાનહ દમણ દીવના કુદરતી સૌંદર્યનો અને સફારીમાં રહેલા સિંહોનો નજીકથી નજારો માણે છે.
પ્રશાસનના પ્રયાસોથી વન વિભાગને વધુ બે સિંહો,એક નર અશોકા જેને સક્કર બાગ પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવેલો અને એક માદા સિંહ મીરા જેને રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવેલી છે.ચોમાસાં સિવાય આખા વર્ષ દરમ્યાન પ્રવાસીઓ માટે આ લાયન સફારી પાર્ક ખુલ્લું રાખવામાં આવે છે. મુલાકાતીઓને ખાસ સુરક્ષિત વાહનમાં સફારીની સહેલગા કરાવવામાં આવે છે જેથી સિંહોને કુદરતી વાતાવરણમાં નજીકથી નિહાળી શકાય છે.આ લાયન સફારી પાર્કમાં નવા સંપાદિત પ્રાણીઓ 6 જાન્યુઆરી થી પ્રદર્શિત કરવામાં આવશે.
લાયન સફારી પાર્કમાં આ સુવિધા છે
લાયન સફારીમાં બાળકો માટે રમતગમતના સાધનો સ્થળ પર ઉપલબ્ધ છે. કુદરતી વાતાવરણવાળુ સ્વાગત કેન્દ્ર,પ્રતીક્ષા એરિયા,વોશરૂમ અને પૂરતી પાર્કિંગ જગ્યા પણ અહીં છે.આ ઉપરાંત મુલાકાતીઓને લાભ માટે કેશલેસ ટિકિટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.