હવામાન વિભાગની આગાહી:દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસી શકે છે ભારે વરસાદ, સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની આગાહી

વલસાડ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વલસાડમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે

ગુજરાતના અનેક જિલ્લાઓમાં ચોમાસાનો ધમાકેદાર પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વલસાડ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સંઘપ્રદેશ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની આગાહીનો મેપ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની આગાહીનો મેપ

ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાએ ગતિ પકડી
ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થઈ ગયા બાદ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી જતા ધરતીપુત્રોએ વાવણી પણ શરૂ કરી દીધી છે. જો કે, હજી સાર્વત્રિક વરસાદની રાહ જોવાઈ રહી છે. આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સંઘપ્રદેશમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના પણ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

કયા-કયા જિલ્લામાં આગાહી કરવામાં આવી?

 • ડાંગ
 • નવસારી
 • વલસાડ
 • તાપી
 • દાદરા નગર હવેલી
 • દમણ
 • દીવ
 • અમરેલી
 • ભાવનગર
 • ગીર સોમનાથ
 • ખેડા
 • આણંદ
અન્ય સમાચારો પણ છે...