તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દક્ષિણ ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ:વલસાડમાં કોરોના સંક્રમણને અટકાવવા રવિવારી બજાર બંધ, ગણદેવી સુગરની ચૂંટણીમાં 15 બેઠક પર મતદાન

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
તિથલ બીચ પર આવતા સહેલાણીઓને પરત ફરવું પડી રહ્યું છે - Divya Bhaskar
તિથલ બીચ પર આવતા સહેલાણીઓને પરત ફરવું પડી રહ્યું છે

વલસાડમાં કોરોના સંક્રમણને અટકાવવા રવિવારી બજાર બંધ
વલસાડ શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા માટે રવિવારી બજાર બંધ કરવાનો નિર્ણય લીધો છે. દર રવિવારે વલસાડ શહેરના સ્ટેડીયમ રોડ ઉપર રવિવારી બજારમાં સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના નિયમોનો પાલન ન થતું હોવાથી રવિવારી બજાર બંધ કરવાનો હાલ પૂરતો નિર્ણય લીધો છે. વલસાડ નગર પાલિકાની ટીમે રવિવારીના પાથરણા સંચાલકોને પાથરણા ન લગાવવા કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી છે.

ગણદેવી સુગરની ચૂંટણીમાં 15 બેઠક પર મતદાન
દક્ષિણ ગુજરાતની ગણદેવી સુગર સંચાલક મંડળની ચૂંટણીમાં16 બેઠક પર ચૂંટણી જંગમાં 33 ઉમેદવારોનું ભાવી 18 મતદાન બેઠકો પર 749૦ મતદારો નકકી કરશે. જેમાં એક બેઠક પર બિન હરીફ થતા 15 બેઠકો પર ૩૨ ઉમેદવારો માટે આજે ચુંટણી યોજાય રહી છે. આજ વેહલી સવારથી મતદાન મથકો પર મતદાતો ઉમટી પડતાં ચૂંટણી જંગ રસાકસીભર્યો બન્યો છે. ગણદેવી મતદાન મથક પર મતદાતાઓ પોતાનો મતાઅધિકાર આપવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આમ નવસારીની અડદા સીટ પરથી છેલ્લા 34 વર્ષથી ગણદેવી સુગરના ચેરમેન તરીકે ફરજ બજાવતા જયંતિભાઈ બાવજીભાઈ પટેલ (જે.બી. પટેલ) સામે સુપા કુરેલગામના આશિષ નાયક વચ્ચે ચૂંટણી જંગ રસાકસીભર્યો બન્યો છે.

વલસાડ વહીવટીતંત્ર દ્વારા પર્યટન સ્થળો બંધ કરવામાં આવ્યા
તહેવારોના સમયમાં વલસાડના તિથલ બીચ ખાતે મોટી સંખ્યામાં સાહેલાણીઓની ભીડ ઉમટી હતી અને હાલ કોરોના સંક્રમણ વધવાની શક્યતાને લઈને વલસાડ જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ દ્વારા જિલ્લાના તમામ પર્યટન સ્થળ પર સહેલાણીઓ માટે બંધ કરવામાં આવ્યા છે. જેને લઈને વલસાડના તિથલ બીચ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી બીચ પર આવતા સહેલાણીઓને પરત ફરવું પડી રહ્યું છે.

ચીખલીના રૂમલા ગામે આંતરિક માર્ગોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
ગણદેવી ધારાસભ્ય નરેશભાઈ પટેલના હસ્તે સિંચાઈ અધ્યક્ષ નગીનભાઈ ગાવિત, સરપંચ મણીભાઈ દેશમુખ, ભાજપના મહામંત્રી બાલુભાઈ પાડવી, આદિજાતિ મોર્ચાના પ્રમુખ દિનેશભાઇ મહાકાળ સહિતનાની ઉપસ્થિતિમાં ૧૫-લાખના ખર્ચે નવીનીકરણ થનાર રૂમલા-આંબાપાડા, રૂમલા-ચીકારપાડા એમ બે જેટલા માર્ગોનું ખાત મુહૂર્ત કરવામાં આવતા સ્થાનિકોમાં ખુશી ફેલાઈ જવા પામી હતી.

કામરેજના કઠોર નજીક બાઇક ઝાડ સાથે ભટકાતાં ચાલકનું મોત
સુરત શહેરના અમરોલી ખાતે પરદેશી પાર્કમાં રહેતા રાહુલભાઈ નારણભાઈ વાઘમોડે તેના મિત્ર સાહીલ સાથે એક્ટિવા મો.સા ઉપર સવાર થઈ કામરેજ તાલુકાનાં કઠોર ગામની સીમમાંથી પસાર થઈ રહ્યા હતા તે સમયે રાહુલે પોતાની એક્ટિવા પૂરઝડપે હંકારતા સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બાઇક રોડની બાજુમાં આવેલ લીમડાના ઝાડ સાથે ભટકાઈ હતી. સર્જાયેલા અકસ્માતમાં રાહુલ અને સાહિલને ઇજા પહોંચતા સારવાર માટે સુરત હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન રાહુલભાઈનું મોત નીપજયું હતું. બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માંડવીના રતનીયા ગામ ખાતે ખેતરમાંથી 8 ફૂટ લાંબો અજગર પકડાયો
માંડવી તાલુકાના રતનીયા ગામ ખાતે એક ખેતરમાં અજગર દેખાતા તેની જાણ માંડવી વનવિભાગ ને કરવામાં આવી હતી. આ વાતની જાણ થતાં દક્ષિણ રેન્જના આર.એફ.ઓ. ઉપેન્દ્રસિંહ રાઉલજી પોતાની ટીમના સભ્યો બીટગાર્ડ પ્રશાંતભાઈ બારોટ, ગંગાબેન ચૌધરી તેમજ રેસ્ક્યૂ ટીમના વિશાલસિંહ ગોહિલ અને ધ્રુવકુમાર ચૌધરી સાથે સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર જઇ જોતા અજગર લગભગ 8 ફૂટ જેટલો લાંબો હતો. વન કર્મચારીઓ દ્વારા તેને પકડી જંગલમાં છોડવાની કામગીરી હાથ ધરાઇ હતી. માંડવી તાલુકામાં દિનપ્રતિદિન દીપડા ની જેમ અજગરો ની સંખ્યા પણ વધતી નજરે ચઢી રહી છે. તેમજ રોજબરોજ ખેતરોમાં તેમજ અન્ય જગ્યાઓએ જોવા મળતા અજગરો વનવિભાગ માટે એક ચિંતાનો વિષય બની રહ્યો છે.

વાપીમાં બન્દ્રીનાથ થી કન્યાકુમારી સાઇકલ પર જતાં યુવાનનું સ્વાગત કરાયું
વાપીમાં બન્દ્રીનાથ થી કન્યાકુમારી સાઇકલ પર જતા યુવાન સોમેશ પવારનું સ્વાગત કરાયું હતું.જે યુવાનનું મૂળ આશય સમગ્ર ભારતમાં વ્યસન મુકિત થાય અને સાઇકલીંગ પ્રત્યે લોકોને રૂચિ નિર્માણ થાય જેને લઇ લોકોનું આરોગ્ય સારુ રહે તેવા હેતુથી સાઇકલ દ્રારા પ્રવાસ કરી રહયો છે.જેનું વાપી પાલિકાનાં પ્રમુખ વિઠૃલ પટેલ,ભાજપ શહેર સંગઠનનાં પ્રમુખ સતીશ પટેલે સ્વાગત કર્યું હતું.જેમાં ઓ.પી.મિશ્રા વગેરે ઉપસ્થિત રહયા હતાં.સમગ્ર કાર્યક્રમનું આયોજન રોહિત મિશ્રા તેમજ તેમની ટીમ દ્રારા કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો