તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દક્ષિણ ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ:બારડોલી દસ્તાન ફાટક પાસે બે ખાનગી બસ વચ્ચે અકસ્માતમાં 20થી વધુ ઈજાગ્રસ્ત, મહુવા ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ પદના ઉમેદવાર માનસિંગ પટેલની જીત

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માતગ્રસ્ત ખાનગી બસ. - Divya Bhaskar
અકસ્માતગ્રસ્ત ખાનગી બસ.

બારડોલી દસ્તાન ફાટક પાસે બે ખાનગી બસ વચ્ચે અકસ્માતમાં 20થી વધુ ઈજાગ્રસ્ત
સુરત જિલ્લાના બારડોલી દસ્તાન ફાટક પાસે વહેલી સવારે બે ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 20થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. જેથી તમામને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મહત્વનું છે કે, વહેલી સવારે 6 વાગે આ અકસ્માત સર્જાયો હતો. બંને બસમાં બેઠેલા મુસાફરોની ચિચયારી સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા. લોકોની ભીડ વચ્ચે મુસાફરોને બસોમાંથી બહાર કઢાયા તેમજ હોસ્પિટલ ખસેડાયા હતા.

તાપીમાં છેલ્લાં એક વર્ષથી નાસતો ફરતો માથાભારે વોન્ટેડ આરોપી ઝડપાયો
તાપી જિલ્લામાં છેલ્લાં એક વર્ષથી નાસતો ફરતો માથાભારે વોન્ટેડ આરોપી હસનેન ઉર્ફે અબ્દુલ મલેક કહેર રેલ્વે ફાટક પાસેથી ઝડપાયો છે. તાપી જિલ્લામાં ગુનાખોરીની દુનિયાનો ઉગતો સુરજ ગણાતો હસનેન મલેક પોલીસ ગિરફતમાં આવી ગયો છે. વાલોડમાં અડધો ડઝન જેટલાં પ્રોહીબીશનના ગુનાઓમાં વોન્ટેડ છે. વ્યારા પોલીસ મથકે 2019માં નોંધાયેલ બે ગુનાઓમાં વોન્ટેડ છે. કાકરાપાર પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં વોન્ટેડ છે. બારડોલી પોલીસ મથકે નોંધાયેલ ગુનામાં વોન્ટેડ છે. વાલોડ પીએસઆઈની ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે કુખ્યાત હસનેન મલેકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહુવા ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખ પદના ઉમેદવાર માનસિંગ પટેલની જીત
મહુવા ખાંડ ઉદ્યોગ સંઘની ચૂંટણીમાં 13 ઝોનમાંથી 7 ઝોનનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં પ્રમુખ પદના ઉમેદવાર માનસિંગ પટેલની જીત થઈ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગત રોજ મહુવા ખાંડ ઉદ્યોગ સંઘની 16 બેઠક પર ચૂંટણીની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 15 ઉત્પાદક બેઠક અને 1 બિનઉત્પાદક બેઠક પર મતદાન થયું હતું. આ સંઘની બે બેઠક અગાઉથી જ બિનહરીફ થઈ ગઈ છે. મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક યોજાઈ હતી.

લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ માટે ઓનલાઈન નોંધણીની મુદ્દત તા. 30 નવેમ્બર સુધી વધારવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીફ માર્કેટીંગ સીઝન 2020-2021 અંતર્ગત ડાંગર, મકાઇ અને બાજરીની ખરીદી તા.31 ડીસેમ્બર, 2020 સુધી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા નિયત કરવામાં આવેલા લધુતમ ટેકાના ભાવે ડાંગર માટે 92, મકાઈ માટે 61 અને બાજરી માટે 57 જેટલા ગોડાઉન કેન્દ્રો/એપીએમસી ખરીદ કેન્દ્રો પરથી ખરીદી કરવામાં આવી રહી છે. લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છા ધરાવતા ખેડૂતોની ઓનલાઈન નોંધણીની મુદ્દત ફરીવાર વધારીને તા.30 નવેમ્બર કરવામાં આવી છે. જેથી ખેડુતો તા.30મી સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે.

વલસાડના રંગોળીકાર મનોજ વાધવંતકરે રંગોળી કંડારી.
વલસાડના રંગોળીકાર મનોજ વાધવંતકરે રંગોળી કંડારી.

વલસાડમાં રતન તાતા રંગોળી કંડારી
કોરોના મહામારી સામે લડવા દેશને 1500 કરોડ PM કેર ફંડમાં દાનની જાહેરાત કરનાર પારસી સમાજનું ગૌરવ અને દેશના ઉદ્યોગપતિમાં અગ્રીમ સ્થાન ધરાવનાર રતન તાતા એ દેશના PMએ કરેલી અપીલ પર દાન આપ્યું હતું. જેથી વલસાડના રંગોળીકારે રતન તતાની કલાત્મક રંગોળી કંડારી આભાર વ્યક્ત કર્યો હતો. દેશને કોરોના મહામારી સામે લડવા જરૂરી સહાય આપી યોગદાન આપવા બદલ વલસાડના રંગોળીકાર મનોજ વાધવંતકરે રંગોળી કંડારી હતી

સોનગઢમાં યુવકને ખેંચ આવતા ગરનાળામાં પડી પાણીમાં ડૂબી જતા મોત
સોનગઢના બાપાસીતારામ મગરમાં રહેતો 34 વર્ષીય દીપકગીરી હિલાલગીરી ગોસ્વામી મરાઠી સ્કૂલની સામે ઉકાઈ જતા રોડ પર આવેલા ગરનાળા પાસે બેસેલ હતો. દરમિયાન અચાનક ખેંચ આવી જતા અથવા કોઈ કારણસર ગરનાળની નીચે પાણીમાં પડી ડૂબી જતા મોત નીપજ્યું હતું, બનાવ અંગે સોનગઢ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નિઝરમાંથી 6264 બોટલ દારૂ સાથે એક ઝડપાયો
ગોવાથઈ બરોડા ખાતે ટેમ્પોમાં લઈ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપી નિઝરથી ઝડરાયો હતો. આ સાથે પોલીસે બેને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે ટેમ્પોમાં તપાસ કરતા પુઠ્ઠાના બોક્સમાં સંતાડેલો 6264 બોટલ 27.14 લાખનો દારૂ કબજે કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

વધુ વાંચો