તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • South Gujarat Latest News, 15 November 2020, MD Drugs Worth More Than Rs 1 Lakh Recovered From Biker In Valsad, ATM Smashed In Kamaraj Karjan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દક્ષિણ ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ:વલસાડમાં બાઇક ચાલક પાસેથી મળી આવ્યું 1.40 લાખનું MD ડ્રગ્સ, કામરેજના કરજણમાં ATM તોડી 12.56 લાખની ચોરી

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
14.17 ગ્રામ એમ.ડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો - Divya Bhaskar
14.17 ગ્રામ એમ.ડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો

વલસાડમાં બાઇક ચાલક પાસેથી મળી આવ્યું 1.40 લાખનું MD ડ્રગ્સ
વલસાડમાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ 48 ઉપર વાઘલધરા ગામ પાસે પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી.તે દરમિયાન મહારાષ્ટ્ર પાર્સીંગ વાળું એક બાઈક આવતા પોલીસે તેને રોક્યું હતું.જોકે બાઈક રોક્તાની સાથે જ પાછળ બેસેલો ઇસમ ઉતરીને નાસી છૂટ્યો હતો.જેથી પોલીસે તાત્કાલિક ચાલકને દબોચી તેની ઝડતી લેતા તેની પાસેથી 14.17 ગ્રામ એમ.ડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.ડ્રગ્સ જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક આલા અધિકારીઓને જાણ કરી બાઈક ચાલકની ધરપકડ કરીને તપાસ શરુ કરી છે.

કામરેજના કરજણમાં ATM તોડી 12.56 લાખની ચોરી
કામરેજના કરજણ ગામે સુરત ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકને નિશાન બનાવી હતી. તસ્કરોએ કરજણમાં આવેલા બેંકના એટીએમ મશીનમાં ઘુસ્યા હતા અને અને ધાડ પાડી હતી.તસ્કરોએ એટીએમ મશીન તોડી અને 12.56 લાખ રૂપિયા લૂંટી લીધા હતા. જોકે, સીટીવીમાં આ તસ્કરોએ આબાદ કેદ થયા છે. પોલીસ તપાસમાં આ કોઈ ગેંગનું ષડયંત્ર હોવાનું બહાર આવી શકે છે. કારણ કે એક મહિનાની અંદર જ કરજણમાં આ બીજી ચોરી થઈ છે. તસ્કરોની મોડ્સ ઓપરેન્ડી જાણવા માટે તેમજ મશીન તોડવાની વધુ તપાસ આદરવા માટે પોલીસે ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લીધી છે. FSLની મદદ દ્વારા ટેકનિકલ અને ફોરેન્સિક ઇનપૂટના આધારે તપાસ કરવામાં આવશે. જોકે, દિવાળીના ટાણેં જ ત્રાટકેલા તસ્કરોએ એક સાથે 12.56 લાખની મતા ઉઠાવી જતા તસ્કરોએ દિવાળી ઊજવી હોવાની લોકોના મોઢે ચર્ચા હતી.

વલસાડ સ્વામિનારાયણ મંદિર ખાતે કલાત્મક રંગોળી અને અન્નકૂટના હરિ ભક્તોએ દર્શન કર્યા
વલસાડ તિથલ સ્વામિનારાયણ મંદિરે નૂતન વર્ષ નિમિત્તે દર વર્ષે મંદિરના સંતો અને હરિ ભક્તો દ્વારા કલાત્મક રંગોળી અને અન્નકૂટ ભગવાનને ધરાવવામાં આવે છે. ચાલુ વર્ષે કોરોના મહામારી વચ્ચે કોવિડના તમામ નિયમોનું પાલન કરીને માત્ર 51 વસ્તુઓ તૈયાર કરીને અન્નકૂટ દર્શન હરિ ભક્તો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા. વલસાડ સ્વામિનારાયણ મંદિરે હરિ ભક્તોની ભીડ ઓછી થાય અને હરિ ભક્તોને સંક્રમણથી બચાવવા સોશિયલ મીડિયા પર લાઈવ દર્શન કરાવવાની વ્યવસ્થા પણ મંદિર સંચાલકો દ્વારા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં દૂર દૂરથી આવતા હરિ ભક્તોને ઓનલાઇન દર્શન કરવા જણાવ્યું હતું. હરિ ભક્તોએ ઠાકોરજીના ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

વાપીમાં જુગારધામ પર પોલીસની રેડ, 10ની ધરપકડ
પોલીસે તીન પત્તીનો જુગાર રમતા 10 શકુનિઓને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે. જુગારીઓ પાસેથી પોલીસે રોકડ રકમ વાહનો અને મોબાઇલ મળી 4.40 લાખ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે, અને તેમને કાયદાનો પાઠ ભણાવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિગતે ઘટનાની વાત કરીએ તો, વાપી ટાઉન પોલીસને બાતમી મળી હતી કે, ગુજરાતની દમણની હદ પર આવેલા કુંતા ગામમાં એક ખુલ્લા મેદાનમાં કેટલાક લોકો જુગાર રમી ગેરકાયદે પ્રવૃત્તિ કરી રહ્યા હોવાની પોલીસને બાતમી મળી હતી. આથી પોલીસે બાતમીને આધારે સ્થળ પરથી રેડ કરતાં 10 જુગારીઓ તીન પત્તીનો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. આથી પોલીસે તમામની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી જુગારના દાવમાં મુકેલા 14 હજાર 400 રૂપિયા રોકડા અને સાથે જ આરોપીઓ પાસેથી મળેલા એકલા 1.19 લાખ રૂપિયા, 11 મોબાઈલ, 7 મોટરસાયકલ મળી અંદાજે 4.40 લાખ રૂપિયાનો કુલ મુદ્દામાલ જપ્ત કર્યો હતો, અને દસે આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પારડી ગામે નહેરમાંથી યુવકની લાશ મળી
ઓલપાડ તાલુકાના પારડી ગામની નહેર પાસે એક અજાણ્યા 30 થી 40 વર્ષીય પુરુષની નહેરના પાણીમાં ડૂબી જતા લાશ મળી આવી હતી. આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત મુજબ ઓલપાડ તાલુકાના પારડી ગામની સીમમાં કિસટરીબ્યુટર નહેરના TWC ના દિવા પાસે એક અજાણ્યા 35 થી 40 વર્ષના અજાણ્યા પુરુષની લાશ મળી આવી હતી. નહેરના પાણીમાં ન્હાવા પડતા અગમ્યકારણસર ડૂબી જતાં મોત નીપજ્યું હતું તેમ જાણવા મળે છે. પોલીસે ડીકમ્પોઝ હાલતમાં મળી આવેલ લાશની પી.એમ સહિત વાલીવારસોની શોધખોળ આદરી હતી.

મોરી ખાતેના સતી પતિના કાર્યક્રમના જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો
બારડોલી તાલુકાના મોરી ગામે ગત ત્રણ દિવસ સતી-પતિ સમાજનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો4 જે કાર્યક્રમમાં કલેક્ટરની ગાઈડલાઈન તેમજ કોવિડની ગાઈડલાઈનનું પાલન ન થતાં મોરીના સુખા દુર્લભ હળપતિ વિરુદ્ધ જાહેરનામનો ભંગનો ગુનો નોંધી આગળની કાર્યાવહી હાથ ધરી છે.

મઢી ખાતે હાર્ડવેરની દુકાન શરૂ કરવા આવેલો યુવક ગુમ
સુરતના સચીન ખાતે રહેતો યુવક બારડોલીના મઢી ખાતે હાર્ડવેરની દુકાન ચાલુ કરવાનો હતો. જે અંગે 12મીના રોજ પોતાની દુકાનમાં સામાન ગોઠવવા માટે આવ્યો હતો. ત્યારબાદ ઘેર નહીં પહોંચતાં પરિવારજનોએ યુવાન ગૂમ થયા અંગેની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો