તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા:પારડી નગર પાલિકાના નિવૃત્ત કર્મચારીના પુત્રએ ચંદ્રપુર પારનદી પાસે ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરતા ચકચાર મચી

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લગ્ન બાદ ઘર કંકાસને લઈ છૂટાછેડા સુધી નોબત આવી હતી
 • સબંધીઓએ મિટિંગ કર્યા બાદ રાત્રીના યુવક લાપતા થયો હતો

પારડી નગર પાલિકાના લાઈટ વિભાગના નિવૃત્ત કર્મચારી ગુલાબ પટેલના પુત્ર મિતેષ પટેલ ઉ.વ. 25ના રહે. પારડી પ્રિન્સેસ પાર્ક, દમણીઝાંપા, શનિવારના સવારના કોઈક અગમ્ય કારણસર પારડી ચંદ્રપૂર પારનદી પાસે ઝાડ પર દોરી બાંધી ફાંસો લગાવી આત્મહત્યા કરી હતી.

ઘર કંકાસને લઈને પત્ની મિતેષ પાસે છૂટાછેડા માંગતી હતી

જેમાં પરિવારે રાત્રીના યુવાનની શોધખોળ કરી હતી. જયારે ઘટનાની જાણ સવારે ચંદ્રપુરના યુવાનોને થતા સ્થાનિક યુવાનોએ પારડી પોલીસને જાણ કરી હતી. પારડી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મિતેષના પરિવારને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ચંદ્રપુર પારનદી પાસે ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. પુત્રએ આપઘાત કરી દેતા માતાપિતા અને બેન બનેવી શોકમાં ડૂબ્યા હતા. પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં આપઘાતનું કારણ મિતેષના સિવિલ મેરેજ થયા બાદ ઘર કંકાસને લઈને પત્ની મિતેષ પાસે છૂટાછેડા માંગતી હતી. જે બાબતે કુટુંબના આગેવાનો અને સબંધીઓએ શુક્રવારે રાત્રે બંને પરિવારના સભ્યો સાથે એક મિટિંગ પણ કરી હતી.

પારડી પંથકમાં મિતેષની શોધખોળ હાથ ધરી હતી

મિટિંગ બાદ મિતેષ ગુમ થઈ ગયો હતો. મિતેષના પરિવારના સભ્યોએ પારડી પંથકમાં મિતેષની શોધખોળ હાથ ધરી હતી. શનિવારે અચાનક મિતેષની લાશ ચંદ્રપુર પારનદી પાસે મળી આવતા વૃદ્ધ દંપતીએ એકનો એક દીકરો ગુમાવતા ઘટના સ્થળ ઉપર માતા અને બહેનના રુદનથી માહોલ ગમગીન બની ગયો હતો. પારડી પોલીસે લાશનો કબ્જો મેળવી પારડી હોસ્પિટલમાં પીએમ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. મિતેષના પિતા છેલ્લા કેટલાક દિવસોથી તેમની નાતંદુરસ્ત તબિયતના કારણે ચિંતિત હતા. અને એક જુવાન જોગ પુત્રના આપઘાતને લઈ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. આત્મહત્યાની જાણ સબંધી અને મિત્રો તેમજ પાલિકાના કર્મચારીને થતા મિતેષના ઘરે દોડી આવ્યા હતા. પીએમ કરાવ્યા બાદ લાશનો કબ્જો પરિવારના સભ્યોને સોપ્યો હતો. આત્મહત્યા અંગે પોલીસે પિતાની ફરિયાદ લઇ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો