તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંચાલક સામે ફરિયાદ:વલસાડની ગુંદલાવ GIDCમાં આવેલી એક સોલાર કંપનીએ સરકારમાં 180 કરોડનો વેરો ન ભરતા કંપની સંચાલક સામે ફરિયાદ નોંધાઈ

વલસાડએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વર્ષ 2009-10થી 2012-13 સુધી વાણીજ્ય વેરો, વેટ અને CST વેરો કંપનીના સંચાલકો દ્વારા ભરવામાં આવ્યો ન હતો
 • વેરો ન ભરાતા વલસાડની વાણિજ્ય રાજ્ય વેરા વિભાગની કાર્યવાહી
 • 7 વર્ષથી નોટિસ છતાં જવાબ ન આપી કંપની બંધ કરી પોબારા ભણી જતાં મુંબઈના માલિકો બાદલ શાહ- જ્યોત્સનાબેન શાહ સામે છેતરપિંડીનો ગુનો

વલસાડ શહેર નજીક આવેલી ગુંદલાવ GIDCની મેસર્સ ફેલેરીયમ સોલાર ટેકનોલોજી પ્રા.લી.ના સંચાલકો દ્વારા વેચાણ વેરો, વેટ અને CST વેરો ન ભરીને સરકારને 180 કરોડનો ચૂનો ચોપડ્યો હતો. વલસાડ રૂરલ પોલીસ મથકે રાજ્ય વેચાણ વેરા નિરિક્ષક વલસાડ દામુભાઈ વિષ્ણુભાઈ પટેલે મુંબઈના રહેવાસી અને મેસર્સ ફેલેરીયમ સોલાર ટેકનોલોજી પ્રા.લી. કંપનીના સંચાલકો સામે રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.

વલસાડ શહેર નાજીક ગુંદલાવ GIDCમાં આવેલી મેસર્સ ફેલેરીયમ સોલાર ટેકનોલોજી પ્રા.લી.માં સોલાર પેનલ અને સોલાર કુકર બાનાવી વેચાણ કરતા આવ્યા છે. વર્ષ 2002થી 2008 દરમિયાન કંપનીના સંચાલક બાદલ ભૂપતરાય શાહ અને જ્યોત્સનાબેન ભૂપતરાય શાહ દ્વારા વેચાણ વેરો, વેટ અને CST ની ભરપાઈ સમયસર કરવામાં આવતી હતી. વર્ષ 2009-10થી 2012-13 દરમિયાન કંપનીના સંચલાકો દ્વારા વેચાણવેરો, વેટ કે CST વેરો ભરપાઈ ન કર્યો ન હતો. વેરા વિભાગના અધિકારીઓ દ્વારા કંપનીની ઓચિંતી મુલાકાત લેતા કંપની સંચાલકોને વેરો ભરવા અંગે નોટીસ પણ પાઠવવામાં આવી હતી.

નોટીસ આપ્યા પછી પણ કંપની સંચાલકોએ વેરો ન ભરીને રાજ્ય સરકારને 180 કરોડનો ચૂનો લાગાવ્યો છે. તેમ વલસાડ રુરાલ પોલીસ મથકે રાજ્ય વેચાણ વેરા નિરિક્ષક વલસાડ દામુભાઈ વિષ્દ્વાણુભાઈ પટેલે મુંબઈના રહેવાસી અને મેસર્સ ફેલેરીયમ સોલાર ટેકનોલોજી પ્રા.લી. કંપનીના સંચાલકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે રૂરલ પોલીસે કંપની સંચાલક બાદલ શાહ અને જ્યોત્સનાબેન શાહ સામે સરકારની તિજોરીમાં 180 કરોડનો ટેક્ષ જમા ન કરાવવા બદલ આગળની તપાસ હાથ ધરી છે.

કંપની 7 વર્ષથી બંધ, માલિકોના સરનામા નથી
વલસાડ રાજ્ય વેરા વિભાગની કચેરી પાસે ફલેરિયમ સોલાર ટેક્નોલોજી પ્રા.લિ.ના નવા માલિકો ડિરેક્ટરોના નામ સાચા એડ્રેસ હજૂ મળ્યા નથી.ગુંદલાવમાં 2013થી આ કંપની બંધ પડી છે. ઇન્ટરનેટ દ્વારા મળી આવેલા સરનામે નોટિસો, રિમાઇન્ડરો, આકારણી આદેશો આરપીએડીથી મોકલાયા હતા, પરંતુ લેફ્ટના શેરા સાથે આ નોટિસો પરત આવી હતી. આ કેસમાં કમિશ્નર સ્તરેથી ફોજદારી કાર્યવાહી કરવા આદેશ કરાતાં વલસાડ કચેરીના નિરીક્ષક દામુભાઇ પટેલે આરોપી બાદલ શાહ અને જ્યોત્સનાબેન શાહ વિરૂધ્ધ કાર્યવાહી કરાઇ છે.

સોલાર પેનલો- કુકર બનાવતી કંપની હતી
ગુંદલાવમાં મુંબઇના ગઢિયા પરિવાર દ્વારા 1998માં ઉભી કરાયેલી સોલાર કંપની દેશ વિદેશમાં સૌથી મોટી સોલાર પેનલો અને સૌથી મોટા સોલાર કૂકર બનાવવા પ્રસિધ્ધ હતી.આવા સાધનો બનાવવા માટે સૌથી મોટી કંપની હતી.પરંતું તેના મૂળ માલિકો દ્વારા મિલકત ફેરબદલ થયા બાદ નવા માલિકો રાજ્ય વેરા વિભાગના વેરા ભર્યા વિના કંપનીને તાળુ મારી દઇ નાસી ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો