• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • SOG Team Nabs Accused Who Took Photo Of Loving Couple At Foot Of Parnera Hill, Threatened To Be Media Worker, Raped Girl From Mumbai

દૂષ્કર્મનો આરોપી ઝડપાયો:પારનેરા ડુંગરની તળેટીમાં પ્રેમી યુગલનો ફોટો પાડી, મીડિયા કર્મી હોવાની ધમકી આપી, યુવતી સાથે દુષ્કર્મ આચારનારા આરોપીને SOGની ટીમે મુંબઈથી ઝડપ્યો

વલસાડ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વલસાડ તાલુકાના પારનેરા ડુંગર ખાતે માતાજીના દર્શન કરીને ડુંગરની તળેટીમાં બેસેલા યુવક યુવતીનો ફોટો પાડી મીડિયા કર્મી હોવાનો રોફ જમાવી પ્રેમી યુગલને ધમકાવ્યાં હતા. જે બાદ યુવતીને SP કચેરીએ લઈ જવાની જણાવી યુવતી સાથે દુષ્કર્મ આચરી ભાગી ગયેલો આરોપીને 11 માસ બાદ વલસાડ SOGની ટીમે ઝડપી.પડ્યો હતો.
પ્રેમી યુગલ માતાજીના દર્શન કરવા ગયા હતા
વલસાડ જિલ્લા SPની સૂચના મુજબ વણ ઉકેલાયેલા ગુનાને શોધી કાઢવા સૂચના આપી હતી. વલસાડ SOGની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમ્યાન મળેલી બાતમીના આધારે અંદાજે 11 માસ પહેલા વલસાડ તાલુકામાં રહેતી એક યુવતી તેના પ્રેમી સાથે પારનેરા ડુંગર ઉપર માતાજીના દર્શન કરવા ગઈ હતી. જે બાદ પારનેરા ડુંગરની તળેટીમાં પ્રેમી સાથે બેસી વાતો કરી રહ્યા હતા, ત્યારે એક અજાણ્યો ઈસમ પોતે મીડિયા કર્મીનો હોવાનું જણાવી યુવક યુવતીનો ફોટો પાડી ધમકાવવા લાગ્યો હતો. પારનેરાથી યુવક યુવતીને વલસાડ એસ પી કચેરીએ લઈ જવા ધમકી આપી હતી.
અવાવરૂ જગ્યાએ લઈ જઈ દૂષ્કર્મ આચર્યું
અજાણ્યા યુવકે યુવતીના પ્રેમીને પોતાના બાઈક પાછળ બેસાડી યુવતીને મોપેડ ઉપર તેની પાછળ ડીએસપી ઓફિસ આવવા જણાવ્યું હતું. મુકુંદગેટ પાસે અજાણ્યા યુવકે બાઈક અટકાવી યુવતીને થોડે આગળ મોપેડ ઉભી રાખવા જણાવ્યું હતું. અજાણ્યા યુવકે યુવતીના પ્રેમીને ધમકાવી ત્યાંથી મોકલી આપ્યો હતો, અને મીડિયાની ઓળખ આપનાર અજાણ્યા યુવકે યુવતી પાસે પહોંચી તેનો મોબાઇલ અને મોપેડની ચાવી લઈ, યુવતીને પોતાની બાઇક ઉપર બેસી જવા જણાવ્યું હતું. જે બાદ નજીકમાં આવેલી જંગલ જાડીમાં લઈ જઈ યુવતી ઉપર દુષ્કર્મ આચરી યુવતીને મોપેડ પાસે મૂકી તેનો ફોન અને મોપેડની ચાવી આપી, ફરાર થઈ ગયો હતો.
આ કેસમાં 11 માસ બાદ વલસાડ SOGની ટીમને મળેલી બાતમીના આધારે મીડિયા કર્મીની ઓળખ આપી યુવતી ઉપર બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરનાર આરોપી પંકજસિંહની અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરતા, તેને પોતાનો ગુનો કબૂલ્યો હતો. SOGની ટીમે આરોપીની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...