ARM સમક્ષ માગ:લોકલ ટ્રેનોના એકસપ્રેસ ભાડા રદ કરવા સામાજિક સંઘનો મોરચો

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંધ લોકલ ટ્રેનો ચાલૂ કરવા ARM સમક્ષ માગ કરાઇ

લોકલ ટ્રનો ગરીબ અને મધ્યમવર્ગના લોકો માટે જીવાદોરી સમાનછે.કોરોના કાબૂમાં આવી ગયા બાદ જે લોકલ ટ્રેન ચાલૂ કરવામાં આવી છે તેમાં એક્સપ્રેસ દરે ભાડા વસુલ કરાતા લોકોના ખિસા ખંખેરવામાં આવી રહ્યા છે.જે લોકોને મુસાફરી કરવી અનિવાર્ય છે તેઓ તો કોઇપણ ભોગે મુસાફરી કરવાના જ છે તેમ માની રેલવે તંત્ર વધારે ભાડૂ વસુલ કરી રહી છે તેવી ફરિયાદો ઉઠી છે.

આમાં રેલવેની આવક વધી છેપણ લોકો ઉપર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે.હજી પણ કોરોનાના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને લઇ લોકોના ધંધારોજગાર નિયમિત થયા નથી જેને લઇ આવક ઘટી ગઇ છે.તેમાં લોકલ ટ્રેનોના ભાડા પણ વધી જતાં ગરીબ અને મધ્યમવર્ગ પર બમણો આર્થિક માર પડ્યો છે.

જેથી ઉમરગામની સામાજિક સંસ્થા પ્રજાપતિ ઉત્તમ સંઘના જિલ્લા ઉપાધ્યક્ષ સહિત કાર્યકરોએ લોકલ ટ્રેનોના ઉંચા ભાડા રદ કરવા અને જે લોકલ ટ્રેનો બંધ થઇ છે ફરીથી ચાલૂ કરવા વલસાડ ખાતે મોરચો માડી એરિયા મેનેજરને ભારપૂર્વક રજૂઆતો દ્વારા માગણી કરી કેન્દ્ર સરકાર લોકોની માગ પૂરી કરે તેવી દાદ માગી છે.આ સાથે રેલ મંત્રી,સાંસદ ડો.કે.સી.પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી નરેશ પટેલને પણ તેની નકલ રવાના કરી છે.

અન્ય સમાચારો પણ છે...