તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંદિરમાં ચોરી:સરીગામ નજીક સાંઈ મંદિરમાં તસ્કરો ત્રાટ્કયા, દાનપેટીમાં રોકડ રકમની ચોરી કરી ફરાર

વલસાડ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભીલાડ પોલીસે વધુ તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લાના સરીગામ નજીક પુનાટ નાડા ફળિયા પાસે આવેલા સાંઈ મંદિરમાં તસ્કરોએ ત્રાટકી રોકડ રકમની ચોરી કર્યાની ઘટના બની છે.

પુનાટ નાડા ફળિયા સાંઈ મંદિરનો પાછળનો દરવાજો તોડી તસ્કરોએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. મંદિરમાં રહેલી દાનપેટી ઉઠાવી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ મંદિરની પાછળ આવેલી વાડીમાં તસ્કરોએ દાનપેટી તોડી પૈસા લઈ ફરાર થઈ ગયા હતા. ખાલી દાનપેટી વાડીમાં જ નાખી દીધી હતી.

મંદિરમાં ચોરી થયાની જાણ થતા જ મંદિરના આગેવાનોએ ભીલાડ પોલીસને જાણ કરી હતી. પોલીસની ટીમે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો