તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરો સીસીટીવીમાં કેદ:વલસાડ જિલ્લાના પારડીના ચિવલ ગામ ખાતે તસ્કરો બંધ ઘર તથા ભંગારના ગોડાઉનમાં ત્રાટકયા

વલસાડએક મહિનો પહેલા
  • ભંગારના ગોડાઉન માં કઈ ન મળતા ચોરો એ ખાલી હાથ જવું પડ્યું
  • ચોરીની સમગ્ર ઘટના ભંગારના ગોડાઉનમાં લાગેલા સીસીટીવીમાં કેદ

વલસાડ જિલ્લાના પારડી ખાતે એક બંધ ઘર અને અને ભંગારના ગોડાઉનને તસ્કરોએ ટાર્ગેટ કર્યો હતો. બંધ ઘરની તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના ઘરેણાં મળી કુલ 30 હજારની ચોરી કરી કરવામાં સફળતા મળી હતી જ્યારે ભંગારના ગોડાઉનમાં તસ્કરોને કંઈપણ હાથ લાગ્યું ન હતું. ભંગારના ગોડાઉનમાં લાગેલા CCTV કેમેરામ કેદ થાય હતા. બનાવ અંગે પારડી પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળની મુલાકાત લઈને CCTV ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં આવેલા ચિવલ ગામમાં એક બંધ ઘર અને ભંગારના ગોડાઉનને બુધવારે રાત્રે તસ્કરોએ ટાર્ગેટ બનાવ્યો હતો. ચિવલ ગામમાં ભાડાના ઘરમાં રહેતા અને સામાજિક કામ અર્થે ભાડુઆત ઘર બંધ કરી બહાર ગયા હતા. બુધવારે મોડી રાત્રે તસ્કરોએ બંધ ઘરમાં પ્રવેશી ઘરના કબાટમાં મુકેલા સોના ચાંદીના ઘરેણાં અને રોકડા રૂપિયા મળી કુલ 30 હજારની મતાની ચોરી કરી ગયા હતા.

પારડીમાં આવેલું રાઈદભાઈ શેખના ભંગારના ગોડાઉનમાં હાથ સાફ કરવાનો પ્રયાસ કર્યો હતો. ભંગારના ગોડાઉનમાં કાઈ પણ ન મળતા તસ્કરોને ફેરો પડ્યો હતો. સાથે ભંગારના ગોડાઉનમાં તસ્કરો CCTV કેમેરામાં તસ્કરો કેદ થાય હતાં. ભંગારના ગોડાઉન સંચાલક અને ઘર માલિકે તસ્કરી થઈ હોવાની ઘટનાની જાણ પારડી પોલીસને થતા પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. સાથે ભંગારના ગોડાઉનમાં મળેલા CCTV ફૂટેજ મેળવી પારડી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...