તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:વલસાડના ચણોદ ગામમાં હનુમાન મંદિરમાં ત્રાટકેલા તસ્કરો દાનપેટી ઉઠાવી ગયા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે પૂજારીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

વલસાડ જિલ્લામાં વાપી તાલુકાના આવેલા ચણોદ ગામના બિહાર નગરમાં આવેલા હનુમાન મંદિરમાં રાત્રે કોઈ ચોરી ઇસમી મંદિરના પ્રવેશ દ્વારનું તાળું તોળી મંદિરમાં મુકેલી દાનપેટી ચોરી ગયા હતા. મંદિરમાં સવારે પૂજારી આવતા મંદિરના પ્રવેશ દ્વારનું તાળું તૂટેલું હાલતમાં જોઈ તત્કાલીક ગામના આગેવાનોને અને પોલીસને બનાવની જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મંદિરના પૂજારી સાથે મંદિરમાં ચેજ કરતા મંદિરમાં મુકેલી દાનપેટીની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે મંદિરના પૂજારીની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના વાપી ખાતે આવેલા ચાણોદ ગામમાં આવેલા બિહાર ફળિયામાં છેલ્લા ઘણા વર્ષોથી હનુમાનજી મંદિર આવ્યું છે. 28 જુનની રાત્રીએ કોઈ ચોર ઈસમો મંદિરના પ્રવેશ દ્વાર ઉપર મારેલું તાળું કોઈ સાધન વડે કાપી મંદિરમાં પ્રવેશી ચોરી કરી ગયા હતા. ચાણોદ વિસ્તારમાં આવેલા હનુમાનજી મંદિરના પૂજારી 29 જુનની સવારે મંદિરે પૂજા કરવા આવતા મંદિરના પ્રવેશ દ્વારનું તાળું કાપેલી હાલતમાં જોવા મળ્યું હતું. પુજારીએ તાત્કાલિક ગામના આગેવાનોને બનાવની જાણ કરી હતી.

હનુમાનજી મંદિરમાં ચોરી થઈ રાત્રી દરમિયાન કોઈ ચોર ઈસમો મંદિરનું તાળું તોળી ગયા હોવાનું સ્થાનિકોને જાણ થતાં તાત્કાલિક ડુંગરા પોલીસને જાણ કરવામાં આવી હતી. ડુંગરા પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હનુમાનજી મંદિરમાં તપાસ હાથ ધરતા હનુમાનજી મંદિરમાં મુકેલી દાન પેટી મળી આવી ન હતી. પોલીસે મંદિરના પૂજારીની ફરિયાદ નોંધી મંદિરની આજુબાજુમાં આવેલા ખાનગી CCTVની મદદ મેળવી મંદિરમાં ચોરી કરવા આવેલા ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...