વિદ્યાર્થીઓને માર્ગદર્શન:વલસાડના ચણવઈ ખાતે B.Sc એગ્રીકલ્ચરના વિદ્યાર્થીઓ માટે કૌશલ્ય વર્ધન તાલીમ યોજાઈ, વિવિધ બાગાયતી પાકો વિશે માહિતી અપાઈ

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ તાલુકાના ચણવઈ ખાતે આવેલા સેંન્ટર ઓફ એક્સલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો સેન્ટર ખાતે B.Sc એગ્રીકલચરમાં અભ્યાસ કરતા 68 વિદ્યાર્થીઓને 30 દિવસની જરૂરી તાલીમ આપવામાં આવી હતી. તાલીમ પૂર્ણ થયા બાદ તમામ તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યાં હતા. વિદ્યાર્થીઓને ખેતીલક્ષી વિવિધ બાગાયતી પાકો માટે તાલીમ આપવામાં આવી હતી.

30 દિવસની તાલીમ અપાઈ
નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડના તાબા હેઠળ આવેલા સેંન્ટર ઓફ એક્સલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈ, વલસાડ ખાતે વઘઈ ખેતીવાડી કોલેજના B.Sc. એગ્રીકલ્ચરના સાતમાં સત્રમાં અભ્યાસ કરતા 68 વિદ્યાર્થીઓને તા. 20 સપ્ટેમ્બર 2022થી તા.19 ઓક્ટોબર 2022 દરમિયાન 30 દિવસની નિવાસી કૌશલ્ય વર્ધન તાલીમ આપવામાં આવી હતી. તાલીમ પૂર્ણ થયા બાદ બીજા દિવસે તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યાં હતા. તાલીમ દરમિયાન બાગાયત નિયામક ડો. પી. એમ. વઘાસિયા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તથા નાયબ બાગાયત નિયામક, ડી. કે. પડાલિયા દ્વારા વિદ્યાર્થીઓને આંબાની ખેતી તથા ફુલપાકોની રક્ષિત ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન સેંન્ટર ઓફ એક્સલેન્સ ફોર ફ્લોરીકલ્ચર એન્ડ મેંગો, ચણવઈના પ્રોજેકટ ઓફીસર ડો. એન. ડી. મેહતા દ્વારા સેન્ટરની કામગીરીઓ તથા ફુલપાકોની ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કરાયા
વિદ્યાર્થીઓને ખુલ્લાં ખેતરોમાં થતા ફુલપાકો તથા રક્ષિત ફુલપાકોની ખેતી, પ્લગ ટ્રે નર્સરી મેનેજમેન્ટ, ફુલપાકો તથા ફળપાકોની વિવિધ કલમો બનાવવાની તાલીમ, નર્સરી મેનેજમેન્ટ, આંબાપાકોની વૈજ્ઞાનિક ખેતી, મધમાખી પાલન, બાગાયતી પાકોનો નિકાસ ફાર્મ રજીસ્ટ્રેશન, નર્સરી રજીસ્ટ્રેશન, કેનીંગ તથા મશરૂમની ખેતીની પ્રાયોગિક તાલીમ બાગાયત અધિકારી આર.પી. પટેલ, બાગાયત નિરીક્ષક બી.એચ.પટેલ, બાગાયત નિરીક્ષક એન.બી ટંડેલ તથા અન્ય બાગાયત અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. તા.19મી ઓક્ટોબર 2022ના રોજ તાલીમ પૂર્ણ થતા વિદ્યાર્થીઓને સર્ટિફીકેટ વિતરણ કરી તાલીમનું સમાપન કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...