17 ફેબ્રુઆરી 2023ના રોજ સવારે 8 વાગ્યે ધરમપુરના ઉકતા ગામે આવધા ઘાટ થઈ પંગારબારી-વિલ્સનહિલ તરફ જતાં ઘાટવાળા રોડ પાસે પાતળા બાંધાવાળી એક 20 વર્ષીય યુવતીની લાશ મળી હતી. આ યુવતીને 12 ફેબ્રુઆરીથી 15 ફ્રેબ્રુ.2023 દરમિયાનના ગાળામાં કોઇકે દુપટ્ટા વડે ગળે ટુંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.યુવતીની લાશ જોતાં તેણીએ ગ્રે કલરનો જિન્સ પેન્ટ અને ગુલાબી કલરનું કુરતી ટોપ પહેર્યું હતું.
ગળામાં કાળા કલરનો દોરો,નાકમાં ડાબી બાજૂ પીળા કલરનો ધાતુનો દાણો પહેર્યો હતો.રંગે ઘંઉવર્ણી,પાતળો બાંધો,પગમાં ભૂરા કલરના વોકારોડ કંપનીના સેન્ડલ અને ભૂરા રંગના મોજાં પહેર્યા હતા.20થી 25 વર્ષની વય ધરાવતી યુવતીની મળી આવેલી લાશ બાદ કોઇ વારસોની ઓળખ થઇ નથી.વલસાડ એલસીબીએ આ કેસની તપાસ હાથ ધરી હત્યાનો ભેદ ઉકેલવા કમર કસી છે.જેના માટે યુવતીનો સ્કેચ તૈયાર કરવામાં આવ્યો છે.
આ સ્કેચ જાહેર કરી કોઇને માહિતી આપવી હોય તો ધરમપુર પો.સ્ટે.પીઆઇ એચ.જે.પટેલ મો.નં.7405081823,પીએ સઆઇ આર.કે.પ્રજાપતિ મો.નં.9426029245,એલસ ીબી પીએસઆઇ કે.એમ.બારિયા,મો.નં.9 978791799 અથવા જિલ્લા પોલીસ કન્ટ્રોલરૂમ નં.02632-253333 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.