આરોગ્યલક્ષી કામગીરી:ઔરંગા કાંઠે પૂરગ્રસ્ત વિસ્તારોમાં જિ.પં.ની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અધિકારીઓ આરોગ્યલક્ષી કામો માટે પહોંચ્યા હતા

વલસાડના ઔરંગાનદીના તટના અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્યો માટે જીલ્લા પંચાયતની ટીમ મંગળવારે સ્થળ નિરીક્ષણની કામગીરી માટે નિકળી સેવાભાવી કાર્યકરો સાથે આરોગ્ય કાર્યો વધારવા માટે પરામર્શ કર્યો હતો.આ સાથે સહાયના કામો માટે અસરગ્રસ્તો સુધી તત્કાલ પહોંચી શકાય તે નક્કી કરાયું હતું.

સોમવારે ઔરંગાનદીના પુરના કારણે વલસાડ તાલુકાના પુરગ્રસ્ત વિસ્તારો ધમડાચી,વેજલપોર, લીલાપોર, પારડીસાંઢપો, ભાગડાખુર્દ, સહિતના નદીના પટના ગામોમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાનીની આગેવાની હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી,જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના અધ્યક્ષ રંજનબેન પ્રવિણ પટેલ,તાલુકા વિકાસ અધિકારી નિલેશ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ પ્રવિણભાઇ પટેલ, તા.પં.ના સભ્યો અને ગામના તલાટી કમ મંત્રીઓની ટીમ સાથે અસરગ્રસ્ત વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ કરી રાહતકાર્યો ઝડપથી વધારવા માટે પરામર્શ કરાયું હતું.આ સાથે સેવાભાવી સંસ્થાના કાર્યકરો સાથે પણ આ મુદ્દે ચર્ચાઓ કરી અસરગ્રસ્તોને વધુ મદદરૂપ થવા માટે નક્કી કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...