તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:સાંસદ મોહન ડેલકરની આત્મહત્યા મામલે SITની ટીમ દ્વારા આરોપી સિવાયના લોકોની પૂછપરછ શરૂ કરાઈ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સ્વ. મોહન ડેલકરની ફાઈલ તસવીર - Divya Bhaskar
સ્વ. મોહન ડેલકરની ફાઈલ તસવીર
  • SIT દ્વારા કેટલાક લોકોને નોટિસ આપી પૂછપરછ માટે બોલાવ્યા

મોહન ડેલકર આત્મહત્યા કેસમા મુંબઈની એસઆઈટીની ટીમ દ્વારા પૂછપરછ માટે આરોપી સિવાય અન્યને નોટિસ અપાય હોવાની જાણકારી મળી રહી છે.

દાદરા નગર હવેલીના સાંસદ સ્વ.મોહન એસ.ડેલકરે મુંબઈ ખાતે એક હોટલમા સુસાઇટ નોટ લખી આત્મહત્યા કરી હતી. જે સંદર્ભે એમના દીકરા અભિનવ ડેલકરે મુંબઈ પોલીસમા સુસાઇડ નોટમા જે મુખ્ય આઠ વ્યક્તિઓના નામ લખ્યા હતા તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

આ કેસની તપાસ એસાઈટીને સોંપવા માટે મહારાષ્ટ્ર ગૃહમંત્રીને રજુઆત કરતા તેઓ દ્વારા આ કેસની તપાસ એસઆઈટીને સોપવામા આવી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એસઆઈટીએ આરોપી સિવાય અન્ય લોકોની પૂછપરછ હાથ ધરી છે. જેમાં જિલ્લા પંચાયત સભ્ય તેમજ પાલિકાના સભ્યનો પણ સમાવેશ થાય છે, એજ પ્રમાણે આજે બીજા અન્ય 3 થી 5 જેટલા લોકોને પૂછપરછ માટે તારીખ 25-06-2021ના દિને સવારે 11 થી સાંજે 4 વાગ્યા સુધી મરીનડ્રાઇવ પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા તાપસ અધિકારી પાંડુરંગ સિંદે આસિસ્ટન કમિશનર પોલીસ કોલાબા ડિવિઝન મુંબઈ બોલાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...