તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ચ્યુઅલ લોકાર્પણ:વલસાડના ધરમપુરમાં શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ કોવિડ કેરનું રાજ્યપાલના દ્વારા લોકાર્પણ કરાયું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 150 બેડની હોસ્પિટલનો આજથી જ પ્રારંભ કરાયો

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા તૈયાર થયેલ 150 બેડની શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્‍પિટલ કોવિડ કેરનું ઉદ્‌ઘાટન ગુજરાતના રાજ્‍યપાલ આચાર્ય દેવવ્રત અને શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના સ્‍થાપક પૂજ્‍ય ગુરુદેવ રાકેશભાઈ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્‍પિટલ કોવિડ કેરના ઉદ્‌ઘાટન પ્રસંગે આચાર્ય દેવવ્રતે જણાવ્‍યું હતું કે, પ્રાણીમાત્રના કલ્‍યાણ માટે જીવન સમર્પિત કરનારા સંતો-મહંતોને મન લોક-કલ્‍યાણ જ સર્વોપરી હોય છે. કોરોના સંક્રમણના આ કપરા કાળમાં સંતો-મહંતો અને ધર્મગુરુઓને યત્‍કિંચિત સહયોગ માટે પોતાનું બહુમૂલ્‍ય યોગદાન આપવા રાજ્‍યપાલશ્રીએ વિડીયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી આગ્રહભરી અપીલ કરી હતી.

જે અપીલને માન આપીને શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના સ્‍થાપક પૂજ્‍ય ગુરુદેવ રાકેશભાઈના માર્ગદર્શનથી શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્‍પિટલ નામની નવી 150 બેડની હોસ્‍પિટલ ઓઝરપાડા ગામ, ધરમપુર તાલુકામાં, અતુલ ઇન્‍સ્‍ટિટયૂટ ઓફ વોકેશનલ એક્‍સિલન્‍સના સહયોગથી આજરોજ શરૂ કરવામાં આવી છે.

શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના ટ્રસ્‍ટી વિજયભાઇ રૂપાણીએ કોવિડ કેર હોસ્‍પિટલની રૂપરેખા આપતાં જણાવ્‍યું હતું કે, કોરોનાની બીજી લહેરે આપણી ગ્રામીણ વસ્‍તીમાં પગપેસારો કર્યો છે. 150 બેડની આ હોસ્‍પિટલ આઈ.ICU, ઑક્‍સીજન સપોર્ટ, વેન્‍ટિલેટરની સુવિધા તથા કુશળ ડોક્‍ટરોની ટીમથી સજ્જ છે. જેના કારણે આસપાસના અનેક ગામડાઓનાં દર્દીઓને શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્‍પિટલ કોવિડ કેરની આરોગ્‍ય સેવાઓ તથા કોવિડ વાયરસ સામે લડવામાં મદદ કરશે.

વિડીયો કોન્‍ફરન્‍સથી યોજાયેલા કોવિડ કેર હોસ્‍પિટલના ઉદ્‌ઘાટન પ્રસંગમાં શ્રીમદ્દ રાજચંદ્ર મિશન, ધરમપુરના સ્‍થાપક ગુરુદેવ રાકેશભાઈ, સાંસદ ડો. કે. સી. પટેલ, ધરમપુર ધારાસભ્‍ય અરવિંદભાઇ પટેલ, જિલ્લા કલેકટર આર. આર. રાવલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઇ કંસારા, સંસ્‍થાના ટ્રસ્‍ટીઓ અને દેશ-વિદેશમાં સ્‍થિત સહિત પદાધિકારી અને અધિકારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...