નિયમોનો ભંગ:જિલ્લામાં બિયારણ, ખાતરના 30 ડીલરને શોકોઝ નોટિસ, તમામ એકમોના 95.88 લાખના જથ્થાનું વેચાણ રોકી દેવામાં આવ્યું

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સુરત સંયુક્ત ખેતીવાડી વિભાગની કાર્યવાહી

વલસાડ જિલ્લામાં બિયારણ, ખાતર અને જંતુનાશક દવાના ડીલરોને ત્યાં ચેકિંગમાં સુરત સંયુક્ત ખેતી નિયામકની સ્કવોડે નિયમોના ભંગ બદલ 30 જેટલા ડીલર અ્ને એજન્સીને શોકોઝ નોટિસ જારી કરતા ફફડાટ પેસી ગયો છે.આ તમામ એકમોના 95.88 લાખના જથ્થાનું વેચાણ રોકી દેવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લાના ખેડૂતોને આગામી ચોમાસા ઋતુમાં ગુણવત્તા સભર અધિકૃત બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ઉપલબ્ધ થઈ શકે એ હેતુથી ખેતી નિયામક ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સુરત સંયુક્ત ખેતી નિયામક,વિસ્તરણ વિભાગની આંતર-જિલ્લા સ્ક્વોડ દ્વારા વલસાડ જિલ્લામાં ખાતર અને જંતુનાશક દવાઓનું વેચાણ કરતા ડીલરો અને એજન્સીઓમાં ગુણવત્તા નિયંત્રણના નિયમોનુસાર ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

જેમાં વલસાડ જિલ્લામાં 143 ડીલરો અને એજન્સીઓની ચકાસણી કરાતા બિયારણના 13, ખાતરના 9 અને જંતુનાશક દવાઓના 05 નમૂના લઈ તપાસ માટે પ્રયોગ શાળામાં મોકલવામાં આવ્યા હતા. તથા બિયારણના 14, ખાતરના 08 અને જંતુનાશક દવાઓના 08 વિક્રેતાઓને શો-કોઝ નોટિસ આપી, બિયારણનો આશરે 81.12 લાખ, ખાતરનો 14.43 લાખ અને જંતુનાશક દવાઓનો 33 હજારના જથ્થાનું વેચાણ અટકાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની ગુણવત્તા અંગે જો કોઇ શંકા કે સંશય હોય તો જિલ્લા નાયબ ખેતી નિયામક,વિસ્તરણ, મદદનીશ ખેતી નિયામક(ગુ.નિ), ખેતીવાડી અધિકારી, વિસ્તરણ અધિકારી તથા ગ્રામ સેવકનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામકે જણાવ્યું હતું.

તકેદારી; એક્સપાઈરી ડેટ વગેરે તપાસી પાકું બીલ મેળવવું, ટીન અને લેબલ સાથે અવશ્ય ખરાઈ કરી લેવી

નિર્દિષ્ટ ઉલ્લેખ ન હોય તો ભળતો પદાર્થ હોવાની શંકા
ખાતરની થેલી,બારદાન ઉપર યથાપ્રસંગ ફર્ટીલાઇઝર, બાયોફર્ટીલાઇઝર, ઓર્ગેનિક ફર્ટીલાઇઝર અથવા નોન-એડીબલ ડી-ઓઇલ્સ કેક ફર્ટીલાઇઝર લખેલુ ન હોય તો તેવી થેલીમાં ખાતર ને બદલે ભળતો પદાર્થ હોઇ શકે છે તેથી આવા પદાર્થોની ખરીદી કરવી નહી. જમીન સુધારકો ને નામે વેચાતા પદાર્થો હકીકતમાં રાસાયણિક કે અન્ય ખાતર હોતા નથી તેથી આવા પદાર્થો ખરીદવા કે ખેતીમાં વાપરવા નહીં. આવા પ્રદાર્થો અંગે અધિકારીઓને ફરિયાદ કરવી.

પાક માટે જંતુનાશક દવાઓ પર આ નિશાની ન હોય તો શંકા
વૃધ્ધિકારકો (ગ્રોથ હોર્મોન)સહિત જંતુનાશક દવાના લેબલ ઉપર સેન્ટ્રલ ઇન્સેક્ટીસાઇડ બોર્ડ દ્વારા આપેલ સીઆઇબી રજીસ્ટ્રેશન નંબર તથા લાયસન્સ નંબર લખેલો ન હોય તેમજ લેબલ ઉપર 45 ડીગ્રીના ખૂણે હીરા આકારના ચોરસમાં 2 ત્રિકોણ પૈકી નીચેના ત્રિકોણમાં ચળકતો લાલ, પીળો, વાદળી કે લીલો રંગ અને ઉપરના ત્રિકોણમાં ઝેરીપણા અંગેની નિશાની કે ચેતવણી દર્શાવેલી ન હોય તેવા વૃધ્ધિકારકો, જંતુનાશક દવાઓની બોટલ, પાઉચ, પેકેટ કે થેલીમાં રહેલ પદાર્થોની ગુણવત્તાની કોઇ ખાતરી ન હોવાથી કોઇપણ સંજોગોમાં આવા પદાર્થોની ખરીદી કરવી નહીં તેવુ વિભાગે જણાવ્યું હતું.

બિયારણ, ખાતર, દવા માટે આ બાબતે જરૂરી ચકાસણી કરવા આદેશ કરાયા
ખેતીવાડી તંત્ર દ્વારા ખેડૂતોને બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદીમાં અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવા જણાવાયું છે. જેમ કે, બિયારણ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ અધિકૃત લાયસન્સ ધરાવતી સહકારી મંડળી પાસેથી કરવી. રાસાયણિક ખાતરની થેલી, જંતુનાશક દવાઓની બોટલ કે ટીન તથા બિયારણની થેલીના સીલની અને મુદ્દતની ચકાસણી કરી લેવી. વેપારીઓ પાસે લાયસન્સ નંબર, પુરેપુરા નામ, તેમની સહીવાળા બીલમાં ઉત્પાદકનું નામ અને બિયારણના કિસ્સામાં મુદ્દત પુરી થયાની તારીખ વગેરે વિગતો દર્શાવતું પાકું બીલ મેળવવું અને બીલમાં દર્શાવેલ વિગતોની ખરાઇ થેલી, ટીન અને લેબલ સાથે અવશ્ય કરી લેવી.

અન્ય સમાચારો પણ છે...