તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાહત આપવાની વાત હવામા:વલસાડ નગરપાલિકા પાસે પ્રોપટી ટેક્સમાં રાહતના GR ન આવતા દુકાનદારો રાહતથી વંચિત

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકાર દ્વારા દુકાનદારોને મિલકતવેરા અને વીજ કંપનીના ફિક્સ ચાર્જમાં રાહત આપવાની વાત કરાઇ હતી

રાજ્ય સરકારે કોરોના મહામારીમાં વેપારીઓને આત્મનિર્ભર કરવા માટે અને વેપાર ધંધા બંધ હોવાથી તમામ વેઓરીઓને પ્રોપટી ટેક્સની માફી આપવાની જાહેરાત જારવામાં આવી હતી. તે અગાઉ હોટલો અને દુકાનદારોને વીજ બીલમાં ફિક્સચાર્જની માફી આપવાની જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા સમયસર GR બહાર ન પાડતા પાલિકા અને વેપારીઓએ મુંઝવણમાં મુકાયા છે. પાલિકા પાસે GR આવ્યો ન હોવાથી પ્રોપટી ટેક્સમાં રાહત આપી નથી.

પાલિકા દ્વારા જૂન માસમાં ચાલુ વર્ષના પ્રોપટી ટેક્સના વેરા ભરનાર લાભાર્થીઓને 10% રિબેટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારની જાહેરાત બાદ વેઓરીઓ ટેક્સ ભરવા જતા હોવાથી પાલિકા દ્વારા રાજ્ય સરકારમાંથી વાણિજ્ય વેરા ધારકોને પ્રોપટી ટેક્સમાં રાહત આપી હોવાનો GR આવ્યો ન હોવાથી વેપારીઓને વેરા નથી લઈ રહી. જેને લઈને વેપારીઓ વેરો ભરવા જાય ત્યારે ધક્કો ખાવો પડે છે. 30 જૂન સુધી વેપારીઓ પ્રોપટી ટેક્સ ભરીને પાલિકા પાસેથી 10% રાહત મેળવતી હોય છે. સમયસર GR ન આવતા વેપારીઓ 10%રાહત માંથી પણ હાથ ધોઇનાખશે તેવો વારો આવી ગયો છે.

કોરોના મહામારીની બીજી લહેરમાં વલસાડ શહેર સહિત રાજ્યના 36 શહેરોમાં કેટલાક અંકુશ લગાવવામાં આવ્યા હતા. તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ વાણિજ્ય દુકાનોના પ્રોપર્ટી ટેકસમાં અને વીજ કંપનીના ફિક્સ ચાર્જમાં માફી આપવાની જાહેરાત કરી હોવાને અંદાજે 10 દિવસથી વધુ સમય થઇ ગયો હોવા છતાં દુકાનદારોને નગરપાલિકા દ્વારા અને વીજ કંપની દ્વારા રાહત આપવામાં આવતી નથી. નગરપાલિકા અને વીજ કંપનીમાં રાજ્ય સરકાર માંથી GR આવ્યો ન હોવાથી દુકાનદારોને રાહતનો લાભ આપવામાં આવ્યો ન હોવાનું પાલિકાના CO જે. યુ. વસાવા અને વીજ કંપનીના અધિકારી ડી.જી ભૈયા એ જણાવ્યું છે.

વલસાડ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ એ રાજ્ય સરકારને સમયસર GR મોકલવા અપીલ કરી છે. કોરોના મહામારી ની બીજી લહેર માં વલસાડ શહેર સહિત રાજ્યમાં વેપાર-ધંધાને ભારે અસર પહોંચી હતી. જેને લઇ તાજેતરમાં રાજ્ય સરકારે રાજ્યના તમામ દુકાન સંચાલકોને અને વાણિજ્ય ઉપયોગ કરતાં પ્રોપર્ટી ધારકોને પ્રોપર્ટી ટેક્સની માફી આપવાની જાહેરાત કરી હતી. જે પૂર્વે હોટલ સહિત તમામ દુકાન સંચાલકોને વીજ કંપનીના ફિક્સ ચાર્જમાં માફી આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ નગરપાલિકા અને વીજ કંપનીમાં GR ન આવતા વેપારીઓ રાહતના લાભથી વંચિત રહ્યા છે. સાથે રાહ જોવા જવામાં વલસાડ નગરપાલિકા દ્વારા 30 જુન સુધી પ્રોપર્ટી ટેક્સમાં 10% ટકાની રાહતનો લાભ પણ વેપારીઓ ગુમાવી બેસશે તેમ જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ કાળુભાઇ પટેલે જણાવ્યું છે. તેમજ રાજ્ય સરકારને સમયસર GR મોકલાવી આપવા પણ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...