• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Shocking Revelation In Contract Killer's Interrogation, Babita's Friend Gave Betel Nut For Revenge Saying Vaishali Divorced Her

વૈશાલી બલસારા હત્યા કેસ:કોન્ટ્રાક્ટ કિલરની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો, બબીતાની મિત્રના વૈશાલીના કારણે છુટાછેડા થયા હોવાનું કહી બદલો લેવા સોપારી આપી હતી

વલસાડ20 દિવસ પહેલા
  • કોન્ટ્રાકટ કિલરના પિતા આર્મીમાંથી નિવૃત થયેલા કર્મચારી
  • પિતાને ઘટનાની જાણ થતાં વલસાડ પોલીસને પૂરો સહિયોગ આપીને પુત્રની ધરપકડ કરવી

વલસાડ LCB અને પારડી પોલીસને વૈશાલી હત્યા કેસમાં કોન્ટ્રાકટ કિલરને પંજાબના લુધિયાણાથી ઝડપવામાં સફળતા મળી છે. કોન્ટ્રાકટ કિલર અને બબીતા છેલ્લા 11 વર્ષથી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. વલસાડમાં ચકચારી સિંગર વૈશાલીની હત્યા કેસમાં નવો વળાંક આવ્યો બબીતાએ કોન્ટ્રાકટ કિલરને તેની મહિલા મિત્રના છૂટાછેડા વૈશાલીના લીધે થયા હોવાથી તેની મિત્ર વૈશાલીની હત્યા કરાવવા માંગે છે. તેમ જણાવી કોન્ટ્રાકટ કિલર પાસેથી વૈશાલીની હત્યા કરાવી હોવાની કબૂલાત કોન્ટ્રાકટ કિલરે કરી છે.

દક્ષિણ ગુજરાતમાં જાણીતી એવી ગાયિકા વૈશાલી બલસારાની લાશ તેની કારમાં 27 ઓગસ્ટના રોજ પાર નદીના કિનારેથી તેની કારમાં મળી આવી હતી જે બાદ PM રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. પારડી પોલીસે વૈશાલી બલસારાની હત્યાનો ગુનો નોંધી પોલીસ દ્રારા 8 જેટલી ટિમ બનાવી હત્યાનો ભેદ ઉકેલવા ચક્રો ગતિમાન કર્યા હતા. મુખ્ય સૂત્રધાર બબીતા અને હત્યાની સોપારી લેનાર કોન્ટ્રાકટ કિલર છેલ્લા 11 વર્ષથી સોશ્યલ મીડિયાના માધ્યમથી મિત્ર છે. વલસાડ પોલીસે ઝીણવટભરી તપાસમાં બબીતાની પોલીસે ધરપકડ કરી હતી. જેમાં રાજ્ય બહારથી કોન્ટ્રાક્ટ કિલરો બોલાવી વૈશાલી બલસારાની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસ દ્રારા કોન્ટ્રાક્ટ કિલરોને પકડવા માટે રાજ્ય બહાર 2 ટીમોને આરોપીઓની ધરપકડ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. જે દરમિયાન વલસાડ LCB અને પારડી પોલીસે એક કોન્ટ્રાક્ટ કિલરને પંજાબના લુધિયાણા જિલ્લાના બીસીયન ગામ ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વલસાડ જિલ્લા પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે. પંજાબ ખાતેથી મુખ્ય આરોપી જેને વૈશાલીની હત્યા કરવામાટે સોપારી લીધી હતી અને વૈશાલીની હત્યા કરી હતી આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. હત્યા પહેલા બબીતાએ કોન્ટ્રાકટ કિલરને જણાવ્યું હતું કે મારી મહિલા મિત્રના છૂટાછેડા કરાવવા પાછળ વૈશાલીનો હાથ હોવાથી બબીતાની મિત્ર વૈશાલીની હત્યા કરવવા માંગે છે. તેમ જણાવ્યું હતું.

ગાયિકા વૈશાલી મર્ડર કેસમાં વલસાડ જિલ્લા પોલીસે પંજાબના લુધિયાણાથી સુખવીન્દરસિંગ ઉર્ફે સુખા ભાતિની નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસ દ્રારા આરોપીની પૂછપરછ કરતા આરોપી દ્રારા વૈશાલીને મારી નાખવાની સોપારી 8 લાખમાં સોપારી લીધી હોવાની કબૂલાત કરવામાં આવી છે. સાથે આરોપી અને બબીતા છેલ્લા 11 વર્ષથી સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. ઘણી વખત આરોપી અને બબીતાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી ઘણી વાતો કરી હતી.

વૈશાલીની હત્યા કરનાર આરોપીઓને પંજાબના લુધિયાણાથી આરોપીના ઘરેથી જ પંજાબ પોલીસની મદદ વડે આરોપીને ઝડપી પાડ્યો હતો. હત્યા પહેલા બબીતાએ જ કોન્ટ્રાકટ કિલરને ગુજરાત આવવા માટેના ભાડાના રૂપિયા અને સુરતની હોટલમાં રહેવાના રૂપિયા બબીતા દ્રારા ગુગલ પે ના માધ્યમ થી આપ્યા હોવાની કબૂલાત કરવામાં આવી છે. તો પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે પકડાયેલ આરોપી પાસે રાખવામાં આવેલ મફલ વૈશાલીની ગાડી માંથી મળી આવેલ છે આમ આ ગુનાના તમામ પુરાવાઓ પોલીસ ને મળી આવ્યા છે આરોપી સુખવીન્દ્રસિંગ અગાઉ ચોરીના ગુનાહમાં પંજાબ ખાતે પકડાયેલ હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે પોલીસ દ્રારા મુખ્ય આરોપી મિત્ર બબીતા અને 2 કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરવામાં આવી છે.

વલસાડ જિલ્લા પોલીસ દ્રારા રાજ્ય બહાર કામગીરી કરી ને બે જેટલા કોન્ટ્રાક્ટ કિલર ને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે હજુ પણ એક કોન્ટ્રાક્ટ કિલર ને પકડવા માટે વલસાડ જિલ્લા પોલીસ દ્રારા ટિમ બનાવી પંજાબ ખાતે તપાસ કરવામાં આવી રહી છે સાથે વૈશાલી મર્ડર કેસમાં સામેલ તમામ આરોપીઓને પોલીસ દ્રારા જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...