પિતાએ બે સંતાનની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી:વલસાડના કપરાડા તાલુકાના પીપરોણી ગામની હચમચાવી નાખતી ઘટના, પત્ની રિસામણેથી પરત ન ફરતા પરિવાર વેરવિખેર થયો

વલસાડ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડના કપરાડા તાલુકામાં ઘરકંકાસના કારણે એક પરિવાર વેરવિખેર થયો છે. છેલ્લા છ મહિનાથી પત્ની રિસામણે ચાલી ગઈ હોય ડિપ્રેશનમાં આવેલા પતિએ પોતાની સાથે રહેતા પુત્ર અને પુત્રીને ગળેટૂંપો આપી હત્યા નિપજાવી હતી. ત્યારબાદ પોતે પણ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. ઘટના અંગે નાના પોંઢા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડના કપરાડા તાલુકાના પીપરોણી ગામના મૂળ ફળિયામાં રહેતા સંજય ઈદિયાભાઈ વારલીના પત્ની સુનિતા છેલ્લા છ મહિનાથી રિસામણે જતા રહ્યા છે. સુનિતા તેના બે સંતાનો પણ સંજય પાસે છોડી ગઈ હતી. સંજય બેરોજગાર હોવાથી ડિપ્રેશનમાં આવી ગયો હતો અને ઘણા સમયથી ટેન્શનમાં રહેતો હતો. જેના કારણે ગઈકાલે સંજયેતેના 8 વર્ષના દીકરા અને 5 વર્ષની દીકરીને ગળેટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ પોતે પણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ફળિયામાં રહેતા પડોસીઓને બાળકો ન દેખાતા ઘરમાં ચેક કરતા બંને બાળકોની હત્યા થયેલી હાલતમાં જોવા મળ્યા હતા. જ્યારે સંજય વારલી ફાંસો ખાધેલી હાલતમાં જોઈ તાત્કાલિક ગામના અગ્રણીઓ અને ગામના સરપંચ તાજ સંજયના ભાઈને ઘટનાની જાણ કરી હતી.

સંજયે બંને બાળકોની હત્યા કરી પોતે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાની જાણ તેના ભાઈને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઘટનાની જાણ નાનાપોઢા પોલીસની ટીમને ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ત્રણેય લાશનો કબ્જો મેળવી ઘટના અંગે નિધુભાઈની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...