પતિની બેઠક પત્નીએ જાળવી રાખી:સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી લોકસભા બેઠકની પેટા ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર 51 હજાર મતથી વિજય

વલસાડએક મહિનો પહેલા
 • મોહન ડેલકરના નિધનના પગલે બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાઈ હતી
 • શિવસેનાએ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરને ઉમેદવાર બનાવ્યા હતા

વલસાડને અડીને આવેલા સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલીની લોકસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરનો 51 હજાર 269 મતથી વિજય થયો છે. અપક્ષ સાંસદ મોહન ડેલકરના નિધનના પગલે ખાલી પડેલી બેઠક પર તેના જ પત્ની કલાબેન ડેલકરે જીત મેળવી બેઠક જાળવી રાખી છે.

મોહન ડેલકરની ગેરહાજરીમાં પણ મતદારો ડેલકર પરિવાર સાથે
સંઘપ્રદેશ દાદરા અને નગર હવેલી લોકસભા બેઠકના સાંસદ મોહન ડેલકરે આત્મહત્યા કરી લેતા બેઠક ખાલી પડી હતી. જેના પર પેટા ચૂંટણી યોજાતા શિવસેનાએ મોહન ડેલકરના પત્ની કલાબેન ડેલકરને ટિકિટ આપી હતી. પેટાચૂંટણીમાં 51 હજાર કરતા વધુ મતથી મોહન ડેલકરના પરિવારના સભ્યને જીત અપાવી મતદારોએ વધુ એકવાર ડેલકર પરિવાર પર વિશ્વાસ મૂક્યો છે.

શિવસેનાનાં ઉમેદવાર કલાબેન ડેલકર
શિવસેનાનાં ઉમેદવાર કલાબેન ડેલકર

ભાજપના સ્ટાર પ્રચારકો પણ જીત ના અપાવી શક્યા
સંઘપ્રદેશમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં જીત મેળવવા માટે ભાજપા દ્વારા એડી ચોટીનું જોર લગાવાયું હતું. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, ભાજપ નેતા મનોજ તિવારીએ ચૂંટણી સભાઓ સંબોધી હતી. તો કેંદ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તો ચૂંટણીની સંપૂર્ણ જવાબદારી સંભાળી હતી.

પેટા ચૂંટણીમાં કયા પક્ષને કેટલા મત મળ્યા?
પેટા ચૂંટણીમાં વિજેતા થયેલા શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરને 1,18,035 મત, ભાજપના મહેશ ગાવિતને 66766 મત, કૉંગ્રેસના મહેશ ધોડીને 6,150 મત નોટામાં 5531 મત અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ઉમેદવારને 1782 મત મળ્યા છે.

કોને કેટલા મતો મળ્યા

118035

અપક્ષ ઉમેદવાર કલાબેન ડેલકર

66766

ભાજપા ઉમેદવાર મહેશ ગાંવિત

6150

કોંગ્રેસ ઉમેદવાર મહેશ ધોડી

1782

બીટીપી ઉમેદવાર ગણેશ ભુજાડા

5531

નોટોમાં કુલ મતો પડ્યા

ચાર ઉમેદવારો પૈકી બે ઉમેદવારની ડિપોઝીટ જપ્ત

400થી શરૂ થયેલી લીડ 51269 મત પર અટકી
દાનહ પ્રદેશમાં શનિવારે કુલ 76.35 ટકા મતદાન થયું હતું. પેટા ચુંટણીની મતગણતરી મંગળવારે રખોલી પંચાયતના કરાડ ખાતે આવેલ પોલીટેક્નિક કોલેજમાં કરવામાં આવી હતી. મતગણતરી સવારે 8.30૦ વાગ્યા શરૂ થઇ ગઈ હતી. જેમાં કુલ 24 રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવી હતી.

બપોરે સુધી ૨૪ રાઉન્ડ સમાપ્ત થયા હતા. પહેલા રાઉન્ડ સાથે ઉમેદવાર કલાબેન ડેલકર ભાજપના ઉમેદવાર મહેશ ગાંવિત થી 400મતની લીડ સાથે સતત વૃદ્ધિ થઈ 24 માં રાઉન્ડ સુધી લીડ વધીને 51269 થઇ ગઈ હતી. મતદારોએ 60 ટકા મતો કલાબેન ડેલકરને આપી એક તરફી મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો.

દાનહમાં મોહન ડેલકર 9માંથી 7 ચૂંટણી જીત્યાં હતા
દાનહ લોકસભામાં 1980થી 2019 સુધીમાં કુલ 11 લોકસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં વર્ષ 1980, 1991, 1996ની ચૂંટણી કોંગ્રેસ જીત્યું હતું. 2 વખત મોહન ડેલકર કોંગ્રેસ તરફથી આ ચૂંટણી લડ્યા હતા. ભાજપ વર્ષ 2009, 2014 અને 1998 એમ 3 ચૂંટણી જીત્યું હતું જેમાં 2 વખત નટુભાઈ તો એક વખત 1998માં મોહનભાઇ ભાજપના ઉમેદવાર હતા. 7 વખત જીત મેળવી હતી.2004માં મોહનભાઈ પોતાના અલગ પક્ષ BNPમાંથી ઉભા રહ્યા અને વિજયી થયા હતા.

જ્યારે 1989, 1999 અને 2019 મોહનભાઇ ડેલકર અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. 1984માં સીતારામ ગવળી અપક્ષ ઉમેદવાર તરીકે આ ચૂંટણી જીત્યા હતા. મોહનભાઇ ડેલકર દાદરા નગર હવેલીમાં 9 વખત ચૂંટણી લડ્યા હતા. જેમાંથી 7 વખત જીત મેળવી હતી.

છેલ્લી 10 લોકસભાની ચૂંટણીનું પરિણામ

વર્ષજીતનાર ઉમેદવારપાર્ટીમાર્જિનમતદાનની ટકાવારી
2019મોહનભાઈ ડેલકરઅપક્ષ12 ટકા79
2014નટુભાઇ પેટલભાજપ3.83 ટકા84.09
2009નટુભાઇ પટેલભાજપ15.2271.23
2004મોહનભાઇ ડેલકરઅપક્ષ20.3969.04
1998મોહનભાઇ ડેલકરભાજપ12.0277.43
1996મોહનભાઇ ડેલકરકોંગ્રેસ13.276.95
1991મોહનભાઇ ડેલકરકોંગ્રેસ26.3563.64
1989મોહનભાઇ ડેલકરઅપક્ષ14.668.87
1984સીતારામ ગવળીઅપક્ષ14.0269.76
1980રામજીભાઇ માાહલાકોંગ્રેસ1865.2

કયા વર્ષમાં કઇ પાર્ટીને કેટલા ટકા મત મળ્યાં તેની ટકાવારી

 • 2019માં કોંગ્રેસને 4.33 ટકા મત મળ્યા હતા. ભાજપને 41.5 ટકા, અપક્ષ ઉમેદવારને 53.25 ટકા, શિવસેનાને 2.01 ટકા, BSPને 0.48 ટકા અન્ય 3 પક્ષ NSBHPને 0.58%, BMUPને 0.8 ટકા BTPને 0.42 ટકા મત મળ્યા હતા
 • 2014માં કોંગ્રેસના ઉમેદવારને 45.94 ટકા મત મળ્યા હતા. ભાજપના ઉમેદવારને 49.77%, અપક્ષ ઉમેદવારને 1.72%, NCP NCPને 0.99 ટકા મત મળ્યા હતા.
 • 2009માં કોંગ્રેસને 45.87 ટકા, ભાજપને 46.43 ટકા, અપક્ષ ઉમેદવારને 6.44 ટકા, BSPને 1.25 ટકા મત મળ્યા હતા.
 • 2004માં કોંગ્રેસને 25.70 ટકા મત મળ્યા હતા. ભાજપને 15.56 ટકા મત મળ્યા હતા. શિવસેનાને 5.69 ટકા મત મળ્યા હતા. BNPને 40.93 ટકા મત મળ્યા હતા, જ્યારે અન્યને 10.94 ટકા મત મળ્યા હતા.
 • 1999 કોંગ્રેસને 14.74 ટકા મતવર્ષ 1999માં યોજાયેલી 4 ટર્મની ચૂંટણીમાં ભાજપને 20.83 ટકા મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવારને 44.92 ટકા મત મળ્યા હતા. શિવસેનાને 19.51 ટકા મત મળ્યા હતા. તો કોંગ્રેસને 14.74 ટકા મત મળ્યા હતા.
 • 1998માં કોંગ્રેસને 4.13 ટકા મત મળ્યા હતા. ભાજપને 53.73 ટકા મત મળ્યા હતા. અપક્ષ ઉમેદવારોને 0.43 ટકા, શિવસેનાને 41.71 ટકા મત મળ્યા હતા.
 • 1996માં કોંગ્રેસને 55.62 ટકા મત મળ્યા હતા. ભાજપને 42.42 ટકા મત મળ્યા હતા. અપક્ષને 1.5 ટકા મત મળ્યા હતા. જ્યારે અન્યને 0.61 ટકા મત મળ્યા હતા.
 • 1991માં કોંગ્રેસને 61.74 ટકા, ભાજપને 35.39%, BSP ને 1.81 ટકા અન્યને 0.17 ટકા મત મળ્યા હતા.
 • 1989માં કોંગ્રેસને 28.61 ટકા મત મળ્યા હતા.BSP ને 1.36 ટકા મત મળ્યા હતા. CPMને 10.78 ટકા મત મળ્યા હતા.
 • 1984માં કોંગ્રેસને 40.31 ટકા મત મળ્યા હતા. JNP ને 3.65 ટકા મત મળ્યા હતાં.
 • 1980માં કોંગ્રેસને 61.89 ટકા, INC(U) 5.72 ટકા, JNPને 18.29 ટકા મત મળ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...