જામીન નામંજૂર:વલસાડ રૂરલ પોલીસની હદમાંથી 283 કિલો ગાંજા સાથે ઝડપાયેલા શાહરૂખખાનને કોર્ટમાં રાહત ના મળી

વલસાડ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખમ્મમથી શાહરૂખખાન અગાવ પણ 2 વખત ગાંજાનો જથ્થો મંગાવી વેચ્યો હોવાની કબૂલાત કરી

વલસાડ LCBની પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે રૂરલ પોલીસ મથક હદ વિસ્તારમાંથી એક ટેમ્પો ટ્રાવેલરમાં 283 કિલો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તે કેસમાં અમદાવાદ રહેતો શાહરૂખખાને 283 કિલો ગાંજાનો જથ્થો મંગાવ્યો હોવાનું નામ ખુલતા વલસાડ રૂરલ પોલીસની ટીમે આરોપી શાહરૂખખાનને 14 જુલાઈના રોજ ઝડપી અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. જે કેસની ચાર્જશીટ કોર્ટમાં રજુ થયા બાદ આરોપી શાહરૂખખાને જેલમાંથી મુક્ત થવા કરેલી જામીન અરજી કોર્ટે રદ કરી હતી.

વલસાડ રૂરલ પોલીસ મથક હદ વિસ્તારમાં LCBની પેરોલ ફર્લોની ટીમે એક ટ્રાવેલર નં. GJ-23-CB-7395માં બનાવેલા ચોર ખાનમાંથી 283 કિલો ગાંજાના જથ્થા સાથે 3 આરોપીઓને ઝડપી પાડયા હતા. તે કેસમાં અમદાવાદ રહેતા શાહરૂખખાન અકબરખાન પઠાણને ખમ્મમથી ટેમ્પો ટ્રાવેલરમાં ગાંજાનો જથ્થો મંગાવ્યો હોવાનું ખુલતા વલસાડ રૂરલ પોલીસે NDPS એક્ટ હેઠળ અમદાવાદથી તા. 14 જુલાઈના રોજ શાહરૂખખાનની ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસની ચાર્જશીટ વલસાડ સેશન્સ કોર્ટમાં રજૂ થયા બાદ 23 નવેમ્બરના રોજ વલસાડની સેશન્સ કોર્ટમાં 283 કિલો ગાંજાના કેસમાં ઝડપાયેલો આરોપી શાહરૂખખાને જેલમાંથી મુક્ત થવા જામીન અરજી રજૂ કરી હતી. તે જામીન અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ધ્યાને રાખીને વલસાડ સેશન્સ કોર્ટના જજ D K સોનીએ આરોપી શાહરૂખખાનના રેગ્યુલર જામીન નામંજૂર કરતો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...