તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:વલસાડમાં કોરોના સંક્રમિત પરિવાર અને દર્દીઓની જલારામ અન્નક્ષેત્ર યુવક મિત્ર મંડળે સેવા શરૂ કરી

વલસાડ3 મહિનો પહેલા
  • કોરોના ગ્રસ્ત દર્દીઓને કારમાં ટેસ્ટ કરાવવા, હોસ્પિટલ દાખલ કરવા સહિતની મદદ કરાઇ

કોરોના મહામારીમાં સંક્રમિત થયેલા દર્દીઓ સાથે પરિવારજનો અને આજુબાજુના લોકો અછૂત જેવું વર્તન કરે છે. આવી ઘટના જલારામ અન્નક્ષેત્ર યુવક મિત્ર મંડળના સભ્યોની સામે આવતા મંડળના સભ્યોએ પોતાની કારમાં વલસાડ તાલુકાના સંક્રમિત થયેલા દર્દીઓ માટે સેવાયજ્ઞ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં એક માસમાં 50થી વધુ સંક્રમિત દર્દીઓને વિનામૂલ્યે ઘરથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે લઈ જવાની સેવા શરૂ કરી છે.

કોરોના દર્દીઓની નિશુલ્ક સેવા કરવાનું બીડું ઉપાડ્યું

વલસાડ જિલ્લામાં કોરોના મહામારીમાં સંક્રમિત દર્દીઓના પરિવારના સભ્યો અને લોકો દર્દીઓ સાથે અછૂત જેવું વર્તન કરતાં હોય છે. પરિવારના સભ્યો કે પાડોશીઓ દર્દીઓ સાથે જાણતા-અજાણતા અજુગતું વર્તન કરતા હોવાથી દર્દીઓ પીડાતા હોવાનું વલસાડ જલારામ અન્નક્ષેત્ર મંડળના સભ્યોના ધ્યાને આવ્યું હતું. મંડળના સભ્યોએ કોરોના સંક્રમિત દર્દીઓને ટેસ્ટ કરાવવા, હોસ્પિટલમાં દાખલ કરવા અને સારવાર પૂર્ણ થયા બાદ ઘરે શિફ્ટ કરવા નિશુલ્ક સેવા કરવાનું બીડું ઉપાડ્યું છે.

ઘરેથી હોસ્પિટલ ખસેડી દર્દીઓને જરૂરી પ્રોત્સાહન પૂરું પાડ્યું

એક માસની અંદર 50થી વધુ સંક્રમિત દર્દીઓને ઘરેથી હોસ્પિટલ ખસેડી દર્દીઓને જરૂરી પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. સાથે કોવિડ વોર્ડમાં જઈ દર્દીઓના પરિવારજનો સાથે વીડિયો કોલના માધ્યમથી વાત કરાવી અને દર્દીઓની સારવાર કરી તેમના ચહેરા ઉપર સ્મિત લાવવાનો પ્રયાસ મંડળના સભ્યો દ્વારા નિસ્વાર્થ ભાવે કરવામાં આવી રહ્યો છે. તેઓની નિસ્વાર્થ સેવા દ્વારા કોરોનાની લડાઈ લડી રહેલા દર્દીઓનું મનોબળ મજબૂત બનતું જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...