• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • Senior Officials, Including The SDPO, Have Taken Action Against Molvi For Allegedly Molesting Sagira, Who Was Studying At A Madrassa In Selvas.

મોલવીએ દુષ્કર્મ આચર્યું ?:સેલવાસમાં મદરેસામાં અભ્યાસ કરતી સગીરા ઉપર મોલવીએ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ, એસડીપીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ હરકતમાં આવ્યા

વલસાડ4 દિવસ પહેલા
  • મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ આ વિષય પર કંઈક કહી શકાય : એસપી હરેશ્વર સ્વામી
  • સગીરાના માતા-પિતાએ પોલીસ સ્ટેશને પહોંચી મોલવીએ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો
  • પોલીસે મેડિકલ તપાસની તેમજ આગળની તજવીજ હાથ ધરી

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં મદરેસામાં અભ્યાસ કરતી સગીરા ઉપર દુષ્કર્મ થયું હોવાની જાણ સગીરાએ તેના માતા પિતાને કરી હતી. જેથી સગીરાના માતા-પિતાએ તાત્કાલિક સેલવાસ પોલીસ સ્ટેશને પહોંચી સેલવાસના મદરેસાના મોલવીએ પોતાની પુત્રી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. જેના પગલે પોલીસે મેડિકલ તપાસ કરવાની તેમજ આગળની તજવીજ હાથ ધરી હતી.

દાદરા નગર હવેલીના એક મદરેસામાં અભ્યાસ કરતી સગીર યુવતીએ પોતાના પર દુષ્કર્મ થવાના મુદ્દે મદરેસાના મૌલાના પર ગંભીર આરોપ લગાવ્યા હતા, જેના પગલે પંથકમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. સગીરાએ આ આ અંગે પોતાના માતા-પિતાને ફરિયાદ કરતાં સગીરાના માતા-પિતાએ તાત્કાલિક સેલવાસ પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી હતી. મામલો ખૂબ જ ગંભીર હોવાથી પોલીસ કર્મચારીઓની હિલચાલ વધી ગઈ હતી. જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ્વર સ્વામી અને એસડીપીઓ સિદ્ધાર્થ જૈન સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશનમાં એક્ટિવ મોડમાં જોવા મળ્યા હતા. એસપી હરેશ્વર સ્વામીએ જણાવ્યું હતું કે, મેડિકલ રિપોર્ટ આવ્યા બાદ જ આ વિષય પર કંઈક કહી શકાય એમ છે.

અન્ય સમાચારો પણ છે...